સુરતમાં સામૂહિક આપઘાત, સોલંકી પરિવારનો વિખાયો માળો, માતા-દીકરીનું ગળુ દબાવી તો બીજાનું ઝેરી દવા ગટગટાવીને…

સુરત સામૂહિક આપઘાત કેસમાં ઘટસ્ફોટ:માતા-દીકરીનું ગળું દબાવાથી મોત થયું, પહેલાં ઝેરી દવા પીવાથી મોત થયાની આશંકા હતી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાત અને સામૂહિક આત્મહત્યાના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં સુરતમાં શનિવારે પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટની C વીંગમાં રહેતા સોલંકી પરિવારના સાત સભ્યોની સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. મનીષ સોલંકીએ ગળે ફાંસો ખાઈ અને બીજા સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું અનુમાન હતું. પણ માતા અને દીકરીના પીએમ રિપોર્ટમાં બંનેનું મોત ગળું દબાવાથી થયુ હોવાનો ઘટસ્ફોટ થયો.

ત્યારે આ મામલે એક ચોંકાવનારો વીડિયો સામે આવતા એવું લાગી રહ્યું છે કે પરિવાર કોઇ તાંત્રિક વિધિના રવાડે ચડી ગયો હતો. મનીષ સોલંકીએ થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો વીડિયો ફેસબૂક પર મૂક્યો હતો. ત્યારે આ સામૂહિક આપઘાત કેસમાં તાંત્રિક વિધિની ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, માતા અને દીકરીનું મોત ગળુ દબાવાને કારણે તેમજ અન્ય 4 પરિવારજનોના મોત ઝેરી દવા ગટગટાવાને કારણે થયા હતા અને મનીષ સોલંકીનું મોત ગળેફાંસો ખાવાને કારણે થયુ હતુ.

આ ચોંકાવનારી ઘટનાને પગલે સીટની રચના કરવામાં આવી છે,જેમાં ડીસીપ રાકેશ બારોટ, ભાવેશ રોજીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મામલે મૃતકની સુસાઇડ નોટ પણ સામે આવી છે. સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર અનુસાર, મૃતકે દોઢ પાનાની સુસાઈડ નોટ લખી જેમાં તેણે લખ્યુ કે, મેં લોકો સાથે સારુ વર્તન કર્યું, લોકોને મદદરૂપ થતો પણ લોકોએ મારી સાથે એવું પરત વર્તન ન કર્યું. ઉલ્લેખનીય છે કે, સુસાઇડ નોટમાં કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, મૃતક મનીષ સોલંકી ઉર્ફે શાંતુ ફર્નિચર સાઈટ પર કામ કરતો હતો. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે મનીષે પરિવારના સભ્યોને ઝેરી દવા પીવડાવી પોતે ફાંસો ખાઈ લીધો. મૃતકોમાં ત્રણ બાળક છે, જેની ઉંમર 8 વર્ષથી ઓછી હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. મૂળ સુરેન્દ્રનગરના મનીષ સોલંકી અને પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina