સુરત સામુહિક આપઘાત કેસમાં નવો ખુલાસો, મૃતક મનીષ સોલંકી દર મહિને લાખો રૂપિયાનો ભરતો લોનનો હપ્તો

સાત લોકોનાં સામુહિક આપઘાતમાં સોલંકી પરિવારનું નવું રહસ્ય ખૂલ્યું

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

સુરતમાંથી હાલમાં જ સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં રોજેરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે, ત્યારે હાલમાં આ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે એવું સામે આવ્યુ છે કે મૃતક મનીષ સોલંકી દર મહિને રૂપિયા 1.20 લાખનો લોનનો હપ્તો ભરતો હતો અને તે જુદી જુદી બેંકનો હતો.

નાણાંકીય વહેવાર માટે 10 સબંધીઓના નિવેદન પણ લેવાયા છે. આ ઉપરાંત કોલ ડીટેલ અને આર્થિક વહેવારની પણ તપાસ શરૂ કરાઈ છે. ત્યારે હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે શું મનીષ સોલંકી બેંકના હપ્તા ભરવાને કારણે ટેન્શનમાં હતો કે કેમ ? ઉલ્લેખનીય છે કે, સુરતમાં શનિવારે ત્યારે ચકચારી મચી ગઇ જ્યારે એક જ પરિવારના સાત સભ્યોએ જીવન ટૂંકાવી લીધુ.

પ્રાથમિક માહિતી અનુસાર, પાલનપુર જકાતનાકા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સોલંકી પરિવારના પાંચ સભ્યોએ ઝેરી પદાર્થ ગટગટાવી હતી, જ્યારે બેએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આ મામલામાં મનીષ કોઈ તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાયો હોવાનું પણ એક વીડિયો આધારે કહેવાઇ રહ્યુ હતુ.

વીડિયોમાં મનીષ સોલંકી એક તાંત્રિક પાસે બેઠેલો હોવાનો દાવો પણ કરાયો હતો. આ જ તાંત્રિક પાસે મનીષ અવારનવાર વિધિ કરાવતો હોવાની પણ વાત બહાર આવી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina