9 ઓક્ટોબર 2024ના રોજ સુરતમાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયો હતો. આ મામલે ફરિયાદ નોંધાયા બાગ પોલીસે ત્રણ પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી બે આરોપીઓને દબોચી લીધા હતા. 3 પૈકી 2 મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે આરોપી રાજુ ફરાર છે.
ત્યારે આજે બપોર બાદ આરોપી શિવ શંકર ચૌરસિયાને શ્વાસ લેવામાં તકલીફ પડતા સુરત સિવિલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ છે. આરોપીનું જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત થતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને આઇજી બપોરના અઢી વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરવાના હતા.
જો કે આ પહેલાં જ આરોપી શિવશંકરની તબિયત લથડી અને પૂછપરછ દરમિયાન તેને શ્વાસની તકલીફ થતાં 1.30 વાગ્યે કામરેજ હેલ્થ સેન્ટર લઇ જવામાં આવ્યો. આ પછી તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત થયું. આરોપીના મોતનું પ્રાથમિક કારણ હાર્ટ એટેકથી થયુ હોવાની આશંકા છે, ત્યારે મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે.