સુરતમાં 8 વર્ષની બાળકીને 55 વર્ષીય રાક્ષશ ખંડેરમાં લઇ ગયો, દેખાડ્યા બીભત્સ વિડીયો પછી…ધ્રુજાવી દે તેવી સત્ય ઘટના….
ગુજરાતમાંથી અવાર નવાર યુવતિઓ કે મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. છેલ્લા કેટલાક સમયમાં તો સગીરાઓ સાથે પણ આવા બનાવો બની રહ્યા છે. ત્યારે હાલમાં સુરતના અઠવા વિસ્તારની એક ચોંકાવનારી ઘટનાએ બધાના હોંશ ઉડાવી દીધા છે. એક 55 વર્ષના હવસખોર વ્યક્તિએ 7થી 8 વર્ષની બાળકીને ખંડેર મકાનમાં લઈ જઇ ત્યાં બાળકીને બળજબરીથી મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવી અડપલા કર્યા હતા. જો કે, બાળકીએ વીડિયો જોવાની ના કહેતા તેને માર મારવાની ધમકી પણ આપી હતી.
જો કે, બાળકી તેના ચુંગાલમાંથી નીકળીને ઘરે પહોંચી અને તેણે આ મામલે તેના પરિવારજનોને જાણ કરી. જે બાદ લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું અને હવસરખોરને પકડીને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરવામાં આવ્યો. પ્રાપ્ત જાણકારી મુજબ, અઠવા વિસ્તારમાં આવેલ રૂદરપુરા ખાડી પાસે એક 55 વર્ષીય નરાધમ 7થી 8 વર્ષીય બાળકીને પોતાની સાથે ત્યાં આવેલા એક ખંડેર મકાનમાં લઈ ગયો અને પછી તેને બળજબરીપૂર્વક મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવ્યા. એટલું જ નહીં જ્યારે બાળકી વીડિયો જોવાની ના કહેતી તો માર મારવાની ધમકી આપતો.
ત્યારે આ નરાધમનો ખરાબ ઇરાદો બાળકી સમજી ગઇ અને તે ગમે તેમ કરી તેના ચુંગાલમાંથી નીકળીને ઘરે ભાગી. જે બાદ ઘરે આવી તેણે આ હકિકતની જાણ તેના પરિવારજનોને કરી. જે બાદ ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું અને સ્થાનિકોએ ભેગા મળી ત્યાં આવેલ ખંડેર મકાનમાંથી નરાધમને ઝડપી પાડ્યો. તે બાદ તેને મેથીપાક આપી પોલીસના હવાલે કર્યો. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના ત્યાં નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
CCTVમાં જોઈ શકાય છે કે, બાળકી ખંડેર મકાનમાંથી ભાગી રહી છે અને સ્થાનિકો નરાધમને ઝડપી તેને મેથીપાક આપતા પણ દેખાઇ રહ્યા છે. રડતી બાળકીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે એક યુવક તેને ખંડરમાં લઈ ગયો અને તેને માર મારી મોબાઈલમાં બીભત્સ વીડિયો જોવા કહ્યું. વીડિયો જોવાની ના પાડી તો તેને માર પણ માર્યો. જેથી તે હેમખેમ ચુંગાલમાંથી બહાર ભાગી આવી.