બે વાર નદીમાં કૂદ્યો આ યુવક પરંતુ તરતા તરતા આવી ગયો બહાર અને પછી ફરીથી ત્રીજીવાર પુલ પરથી ઝંપલાવ્યુ તો… જાણો વિગત

રાજયભરમાંથી આતમહત્યાના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે, અવાર નવાર પ્રેમી પંખીડા હોય કે કોઇ પણ આર્થિક મુશ્કેલીમાં મુકાયેલ સામાન્ય માણસ કે પછી કોઇ પોતાના જીવનથી હારી આત્મહત્યા કરતા હોય છે. થોડા સમય પહેલા જ એક પ્રેમી પંખીડાએ તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી અને તે બાદ વધુ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.

આ કિસ્સો સુરતનો છે. સુુુરતના મહુવાના આંગલધરા ગામના રહેવાસી ગુલાબભાઇ કે જેઓની ઉંમર 48 વર્ષ છે. તેઓ રવિવારે સવારે દૂધ ભરવા મંડળી આવ્યા અને ત્યાર બાદ તેઓ શુકલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ કાવેરી નદીના પુલ પર આવ્યા હતા અને ત્યાં જ તેઓએ સાયકલ મૂકી પુલ પરથી ઝંપલાવ્યુ હતુ. પરંતુ તે બાદ તે તરતા તરતા બહાર આવી ગયા અને તે બાદ તેમણે ફરી એકવાર પુલ પર આવી પાણીમાં ઝંપલાવ્યુ હતુ.

આ યુવક બીજી વખત પણ તરતો તરતો બહાર આવી ગયો હતો અને તેણે ફરી એકવાર ત્રીજી વખત પુલ પરથી પડતુ મૂક્યુ હતુુ. આ જોતા જ જીઆરડી જવાને તેની પાછળ જમ્પ લગાવી તેને બહાર કાઢ્યો અને આ યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યુ હતુ. યુવકના પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યુ હતુ કે તેનું માથુ ભારે થઇ ગયુ હતુ અને તે જ કારણે તે નાહવા માટે પુલ પરથી કૂદયો હતો.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina