ઘરજમાઇ રાખતા પહેલા સો વાર વિચારજો ! સુરતમાં ઘરજમાઇ તરીકે રહેતો યુવક એવો કાંડ કરી ગયો કે…

લગ્નના 6 મહિનામાં પતિએ કરી નાંખી પત્નીની હત્યા….સુરતના કીમ ગામે ચકચાર મચી ગઈ

ગુજરાતભરમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર લગ્નેતર સંબંધોની આડમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે તો ઘણીવાર પૈસાને કારણે હત્યા કરી દેવામાં આવતી હોય છે. અંગત અદાવતના કિસ્સા પણ અનેક વાર સામે આવે છે. ત્યારે હાલ સુરતમાંથી જે કિસ્સો સામે આવ્યો છે તે તો હ્રદય કંપાવી દે તેવો છે. સુરતના કિમ ગામમાં એકાદ દિવસ પહેલા જ પરણિત યુવતિની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. 22 વર્ષિય પરપ્રાંતીય યુવતિની હત્યાની જાણ થતા પોલિસ પણ દોડતી થઇ ગઇ હતી. જો કે, આ યુવતિની હત્યા તેના જ પતિએ કરી હતી. આવા આક્ષેપ યુવતિના પરિવારજનોએ કર્યા છે. હત્યા બાદ તેનો પતિ ઘરને તાળુ મારી ભાગી ગયો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના કિમ ગામમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતી કિરણ ગૌડ પરણિત છે, તેની ઉંમર 22 વર્ષની હતી. તેના છ મહિના પહેલા જ હરિશચંદ્ર નામના યુવક સાથે લગ્ન થયા હતા. તેનો પતિ ઘરજમાઇ તરીકે રહેતો હતો. કિરણ એકાદ-બે દિવસ પહેલા વહેલી સવારે ઘરની અંદર લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી અને બહારથી ઘરને તાળુ મારેલુ હતુ. પરિવારજનો બહાર તાળુ જોઇ ચિતિંત થઇ ગયા હતા. કિરણનો પતિ રૂમની બહાર તાળુ મારી ફરાર થઇ ગયો હતો. તે છેલ્લા ચારેક મહીનાથી ઘર જમાઇ તરીકે રહેતો હતો અને છેલ્લા ત્રણેક દિવસથી તે દેખાતો પણ ન હતો, જે બાદ એક દિવસ પહેલા રાત્રે તે પરણિતાના ઘરે પાછો ફર્યો હતો. પતિએ પત્નીને ચપ્પુના ઘા તેમજ તકિયાથી મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી હતી.

પરિવારજનોએ કિરણને લોહીલુહાણ હાલતમાં જોઇ હતી. પરિવારજનોએ તેના પતિ હરિશચંદ્ર પર આરોપ લગાવ્યો છે કે તેણે જ તેમની દીકરીને મોતને ઘાટ ઉતારી છે. ઘટનાની જાણ કિમ પોલિસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. હાલ તો એક પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે 6 મહિના પહેલા થયેલા લગ્નમાં એવું તો શું કર્યુ કે મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. હાલ પોલિસ આ મામલે તપાસ કરી રહી છે, હવે તપાસ બાદ જ સામે આવશે કે આરોપી કોણ છે.

Shah Jina