સુરતના વિદ્યાર્થીનું અમેરિકા જવાનું સપનું હતું, પણ અચાનક જ પોતાનું જીવન ટૂંકાવી લીધું, પરિવાર માથે તૂટ્યો દુઃખોનો પહાડ

આપણા દેશની અંદર ઘણા બધા યુવાનો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવાનું પસંદ કરતા હોય છે. મોટાભાગના ગુજરાતી લોકો પણ અમેરિકા કેનેડા અને લંડન જેવા દેશોની પસંદગી કરતા હોય છે, ત્યારે અમેરિકા જેવા દેશની અંદર અભ્યાસ માટે પ્રવેશ લેવો ખુબ જ ટફ છે, વિદેશમાં  જવા માટે લોકો લાખો કરોડો રૂપિયા પણ ખર્ચી નાખતા હોય છે.

(પ્રતીકાત્મક તસવીર)

ત્યારે હાલ જે મામલો સામે આવ્યો છે તે ખુબ જ દુઃખદ અને ચોંકાવનારો છે, જેમાં સુરતના એક વિધાર્થીને અમેરિકાની યુનિવર્સીટીમાં પ્રવેશ ના મળવાના કારણે આપઘાત કરી લીધો હતો, અમેરિકામાં પોતાના અભ્યાસ કરવાનું સપનું ના પૂર્ણ થવાના કારણે આ યુવાને પોતાનું જીવન ત્યજી દીધું, જેના બાદ પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ જૂનાઢના માળિયા તાલુકાના કુકસવાડાના વતની અને સુરતના નાના વરાછામાં આવેલા તાપી દર્શન સોસાયટીની બાજુમાં આવેલા ગિરનાર સોસાયટી ખાતે રહેતા મુકેશભાઈ જૈસુરનો 21 વર્ષીય પુત્ર દીપ કુમારની ઈચ્છા અમેરિકામાં માસ્ટર ડિગ્રી કરવાની હતી, પરંતુ ત્યાં તેનું એડમિશન ના થવાના કારણે તે નિરાશા થઇ ગયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ દીપ કુમારે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધીની વધુ તપાસ હાથ ધરી છે. દીપે અમેરિકાના કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે એપ્લાય કર્યું હતું, પરંતુ કોઈ કારણો સર તેની અરજી સ્વીકારાઈ નહોતી અને તેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો. જેના બાદ તે જયારે ઘરે એકલો હતો ત્યારે છતના હુક સાથે ડિજિટલ પ્રિન્ટની સાડી બાંધી ગળે ટુંપો ખાઈ લીધો.

થોડાક મહિનાઓ પહેલા પૂર્વ નાયબ વડાપ્રધાન નીતિન પટેલે કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરવા દરમિયાન ગુજરાતી પરિવારના 4 લોકોના મોત અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અહીં આપણા છોકરાઓને તક નથી મળતી એટલે તેઓ અમેરિકામાં ગેરકાયદે ઘુસે છે.

વધુમાં તેમને કહ્યું કે, ભારતમાં યુવાનોને અહીંયા તક ઉપલબ્ધ થતી નથી. તક ન મળવાને લીધે લોકો વિદેશમાં જવા માંગે છે. અહી ભવિષ્ય ઉજ્જવળ નથી થતું. મહેનત કરવા છતા સારી પોઝિશન મળતી નથી. જેથી સરકાર એવી તક ઉભી કરે કે વિદેશ જવાનો મોહ ઓછો થાય.

Niraj Patel