સુરતમાં ગ્રીષ્માની છડેચોકે હત્યા પછી સુરતના એક વ્યક્તિએ એવું કાળું કામ કર્યું કે ફૂટ્યો ભાંડો

ગુજરાતની અંદર મહિલાઓ સાથે અત્યાચાર અને છેડતીના બનાવો સતત સામે આવી રહ્યા છે. સુરતમાં ગ્રીષ્માની હત્યા બાદ તો મામલો વધારે ગરમાયો છે, ત્યારે આવા સમયે ઠગ લોકોનો રાફડો પણ ફાટી નીકળ્યો છે. આવા જ એક વ્યક્તિની હાલ ધરપકડ કરવામાં આવી છે જેને મહિલાઓ માટે સાઇબર ક્રાઇમનું પેજ બનાવી દીધું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના ઢસા ગામના વતની અને હાલ સુરતમાં પાસોદરા ખાતે રહેતા પ્રહલાદ શાંતિભાઈ રાજપરાએ ગુજરાત પોલીસનો લોગો ઉપયોગ કરીને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતનું સોશિયલ મીડિયા ઉપર પેજ બનાવ્યું હતું. જેને લઈને સુરત સાઇબર ક્રાઇમે પોતે જ ફરિયાદી બનીને આરોપી પ્રહલાદ રાજપરા સામે ગુન્હો નોંધીને તેની ધરપકડ કરી હતી.

આ યુવકે પાસોદરામાં ગ્રીષ્માની હત્યા બાદ આ પેજ બનાવ્યું હતું. આ પેજની અંદર તે મહિલાઓની સુરક્ષા કરવાની વાત કરતો હતો. આ પેજમાં જ તેને પોતાનો વૉટ્સએપ નંબર પણ શેર કર્યો હતો, જેના ઉપર મહિલાઓને સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત તે આ પેજમાં પોતાની ઓળખ હેડ ઓફ સુરત સાઇબર ક્રાઇમ સેલ તરીકે આપતો હતો. પોલીસની જાણ બહાર જ તેને આ પેજ બનાવી દીધું હતું.

આ વ્યક્તિએ લોકોને વિનંતી કરી કે જો તેમની બહેનો કે દીકરીઓ શાળા કે કોલેજમાં જતી વખતે રોડ રોમિયો દ્વારા હેરાનગતિનો સામનો કરી રહી હોય તો કોઈપણ ડર વિના તેમની મદદ મેળવવા આગળ આવે. આરોપીઓએ તેમની તસવીરો નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય તો મદદ કરવાની ઓફર પણ કરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું હતું કે રાજપરા સામાજિક સેવામાં પણ હતો અને તેણે સાયબર ક્રાઈમ સેલની મુલાકાત લેવામાં પીડિતોને મદદ કરી હતી. તેણે કેટલાક અધિકારીઓ સાથેની તસવીર પણ ક્લિક કરી હતી, જે તેણે લોકોને પ્રભાવિત કરવા અને તેની નકલી પ્રોફાઇલ પર વિશ્વાસ કરવા માટે તેના સોશિયલ મીડિયા પેજ પર અપલોડ કરી હતી.

Niraj Patel