સુરતના ભાજપ મહિલા નેતાની ઘર બહારના CCTV આવ્યા સામે, પરિવારને હત્યાની આશંકા…જુઓ

સુરતમાંથી ભાજપ મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલના આપઘાતની ઘટના હાલમાં જ સામે આવી હતી, દીપિકા પટેલે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ત્યારે મૃતકના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારે આરોપ લગાવ્યો કે મહિલાએ ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહોતો.

ઘટના સમયે મહિલાના પતિ ખેતર હતા અને ઘરમાં માત્ર બાળકો તેમજ કોર્પોરેટર ચિરાગ પટેલ અને આકાશ પટેલ હાજર હતા, આવો દાવો પરિવારે કર્યો છે. કોર્પોરેટર ચિરાગ પટેલ અને આકાશ પટેલે પહેલા પોલીસને જાણ કરવાને બદલે મૃતદેહને નીચે ઉતાર્યો હતો એવો પરિવાર આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે મહિલા નેતાના ઘર બહારના CCTV સામે આવ્યા છે.

CCTVમાં સિચન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય આકાશ નામનો શખ્સ દીપિકા પટેલના ઘરમાં જતા નજરે પડી રહ્યા છે. દીપિકા પટેલે આપઘાત કેમ કર્યો તે અંગે રહસ્ય ઘૂંટાઇ રહ્યુ છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

Shah Jina