પતિના ત્રાસથી કંટાળીને સુરતની ‘આયેશા’ આપઘાત કરવા ચડી તાપી નદીના પુલ પર, રીક્ષાવાળો ભગવાન બનીને આવ્યો

અમદાવાદમાં આઇશાએ પતિના ત્રાસથી કંટાળી કરેલા આપઘાતની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ત્યારે આવી જ એક સુરતમાં ઘટના બનતા બનતા રહી ગઈ છે.

સુરતના ચોક વિસ્તારમાં રહેતી મહિલા પતિના ત્રાસથી કંટાળીને હોપ પૂલ પરથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી. આ દરમિયાન રડતી રડતી જતી મહિલાને જોઈને રિક્ષા ચાલકને આઇશાની ઘટના યાદ આવી જતા તેણે તાપીમાં મહિલા ઝંપલાવે તે અગાઉ હાથ પકડીને બચાવી લીધી હતી. બાદમાં પોલીસને જાણ કરી હતી. રાહદારીઓએ રડતી મહિલાને દિલાસો આપવાની પણ કોશિષ કરી હતી.

View over the Tapi river - Picture of Dutch Gardens, Surat - Tripadvisor

મહિલાની પૂછપરછમાં એવી વિગત સામે આવી છે કે, મહિલાને તેનો પતિ છેલ્લા લાંબા સમયથી ત્રાસ આપીને માર મારતો હતો. મહિલાએ પોલીસને આ અંગે અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી ન હોવાનું તેણી કંટાળી ગઈ હતી અને આપઘાત કરી લેવાનો વિચાર કર્યો હતો.

મહિલા સાથે વાત કરતા તેના બે બાળકો હોવાનું અને પતિ દ્વારા અપાતા વારંવારના ત્રાસથી કંટાળી આપઘાત કરવા પહોંચી હોવાનું જણાવ્યુ હતું. જો કે મહિલા આપઘાત કરવા પહોંચી હોવાની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને મહિલાને સમજાવી લઈ ગઈ હતી.

Shah Jina