સુરતમાં પતિ નાઈટ શિફ્ટમાં ગયો ત્યારે પાછળથી પાડોશીએ પરીણિતા સાથે માણતો સુખ, પતિ બંનેને જોઈ ગયો ને…
મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આ દરમિયાન જ એક ખબર સુરતમાંથી પણ સામે આવી છે, જ્યાં એક મહિલાનો પતિ નાઈટ ડ્યુટી ઉપર જતા પાડોશી પરણિત યુવક મહિલાના ઘરમાં ઘુસી આવ્યો હતો અને તેને લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
આ બાબતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન પરિવારની અને ત્રણ સંતાનની 25 વર્ષીય માતા એવી મહિલાનો પતિ એમ્બ્રોડરીમાં કામ કરે છે અને તેની નાઈટ ડ્યુટી હોવાના કારણે તે નોકરી ઉપર ગયો હતો ત્યારે પાડોશમાં જ રહેતા પરણિત અને એક સંતાનના પિતા એવા બિહારી યુવકે ઘરમાં ઘુસી અને બળજબરીથી સંબંધો બાંધ્યા હતા.
જેના બાદ મહિલાએ અને તેના પતિએ ઘર પણ બદલી નાખ્યું હતું તે છતાં આ ઘટનાને ત્રણ વર્ષ વીતવા છતાં પણ યુવકે મહિલાના પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી અને વારંવાર સંબંધો બંધાયા હતા, એક દિવસ જયારે પાડોશી યુવક મહિલા સાથે સંબંધ બાંધી રહ્યો હતો ત્યારે તેનો પતિ ઘરમાં આવી ગયો હતો અને ઝડપી પડ્યા હતા.
જેના બાદ મહિલાના પતિએ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ મહિલાના પતિની ફરિયાદના આધારે આરોપી યુવકને પોલીસ દ્વારા પકડી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો. આ યુવકે મહિલાને લાલચ આપી હતી કે “હું તને તારા પતિ કરતા સારી રીતે રાખીશ અને હરવા ફરવા લઇ જઇશ.” જેના બાદ તેની સાથે બળજબરીથી સંબંધ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ જ પ્રકારનો એક કિસ્સો રાજકોટમાં પણ થોડા સમય પહેલા થયો હતો. જે નીચે મુજબ છે…
સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ અવાર નવાર બનતી જોવા મળે છે. તો ઘણા લોકો મિત્રતાના સંબંધને પણ જાય છે, રાજકોટ શહેરમાં પણ મિત્રતાના સંબંધોને શર્મસાર કરનારી ઘટનાએ જોર પકડ્યું છે. જેમાં એક યુવકના બે મિત્રો જ તેના ઘરે આવી અને ભાભી સાથે સંબંધો બાંધતા હતા. (તમામ તસવીરો કાલ્પનિક છે.)
આ ઘટનામાં મળી રહેલી માહિતી અનુસાર મૂળ મેંદરડા પંથકના અને દોઢસો ફૂટ રિંગ રોડ, જલજીત સોસાયટીમાં રહી પટેલ ઇન્ફોટેકના નામથી સીસીટીવી, કમ્પ્યૂટર રિપેરિંગનું કામકાજ કરતા સંદીપ ભગવાનજીભાઇ નામના યુવાને તેનાજ મિત્ર હિરેન વિનુ વઘાસિયા અને અરવિંદ લાલજી વઘાસિયા સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં સંદીપે જણાવ્યું છે કે વર્ષ 2019માં તેને પૂનમ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પૂનમ સતત મોબાઈલ વાપર્યા કરતી હોય સંદીપે તેને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું પણ જણાવ્યું હતું. આ બાબતને લઈને બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ત્યારે સંદીપની ગામની બાજુના ગામની અંદર રહેતા તેના મિત્રો હિરેન અને અરવિંદ તેના ઘરે અવાર નવાર આવતા હતા, જેના કારણે સંદીપને બંને મિત્રો ઉપર તેની પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકા હતી.
આ કારણે સંદીપ સીસીટીવી કેમરાના વ્યવસાય સાથે જોડાયેલા હોય પોતાના ઘરની અંદર પત્નીને ખબર ના પડે તે રીતે હિડન કેમેરા લગાવ્યા હતા. જેમાં સંદીપના ગયા બાદ બંને મિત્રો તેના ઘરે આવતા પણ દેખાતા હતા. આ ફુટેજની અંદર અરવિંદ નામનો મિત્ર તેની પત્ની સાથે અડપલાં કરતો પણ જોવા મળ્યો હતો જેના કારણે સંદીપની શંકા સાચી સાબિત થઇ હતી.
આ ઘટના બાદ પણ સંદીપે થોડું નમતું જોખ્યું, પરંતુ હજુ બીજો મોટો આંચકો લાગવાનો સંદીપને બાકી હતો. સંદીપ નિયમિત ક્રમ પ્રમાણે ઘરેથી ઓફિસ જવા માટે નિકળ્યો હતો. અને થોડે આગળ જઈને છુપાઈ ગયો અને તે જેવો બહાર નિકળ્યો થોડી જ વારમાં તેની પત્ની પૂનમ પણ ઘરની બહાર નિકળી હતી. જેથી સંદીપે પોતાની પત્નીનો પીછો કરતા તે કુવાડવા રોડ પર આવેલી એક હોટલમાં પહોંચી હતી. જેથી થોડા સમય બાદ સંદીપ પણ હોટલમાં જઇને રૂમમાં પહોંચતા પોતાની પત્ની પૂનમ અને સંદીપનો મિત્ર હિરેન કઢંગી હાલતમાં ઝડપાયા હતા.
જેના બાદ હિરેન સાથે થોડી બોલાચાલી કરી પત્નિને લઇને નીકળી ગયો હતો અને તેણીને તેના માવતરના ઘરે મુકી આવ્યો હતો. આ બનાવ અંગે મેં મારા સસરાને વાત કરી હતી અને તેણીને તેના પિતાજીના ઘરે જ મુકી દીધી હતી. પત્ની સાથે વ્યભિચાર આચરનાર બંને મિત્રોને ઠપકો આપ્યો હોય તેનો ખાર રાખી ધમકી આપી છે. બી ડિવિઝન પોલીસમથકના પીએસઆઇ પી.એ.ગોહેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.