સુરતમાં 21 વર્ષની લેસ્બિયન યુવતીએ આ કરવા 15 વર્ષની યુવતીનું કર્યું અપહરણ, કહ્યું, “મારે તેની સાથે જ લગ્ન કરવા છે !”

એક છોકરા અને છોકરી વચ્ચેના પ્રેમને આપણો સમાજ આજે પણ સ્વીકારવામાં પાછો પડે છે ત્યારે સજાતીય સંબંધોની કલ્પના કરવી પણ આપણે ત્યાં ગુન્હો માનવામાં આવે છે. પરંતુ સુરતમાંથી હાલ સામે આવેલો એક કિસ્સો ચોંકાવનારો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીનું અમરોલીમાં રહેતી તેની 21 વર્ષીય પ્રેમિકાએ અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની સાથે સંબંધો પણ બાંધ્યા હતા.જેના કારણે પોલીસે પ્રેમિકા વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, કતારગામ વિસ્તારમાં રહેતી મૂળ નેપાળી 21 વર્ષીય યુવતી જે પહેલાં પરિવાર સાથે વાપીમાં રહેતી હતી અને હોટલમાં મૂળ પશ્ચિમ બંગાળની 15 વર્ષની તરુણી સાથે નોકરી કરતી હતી. ત્યાંથી બંને એકબીજાને ઓળખતા હતા. લોકડાઉન દરમિયાન હોટલ બંધ થતાં પરિવાર સુરત આવી ગયો હતો.

10 દિવસ પહેલા 15 વર્ષીય તરુણી ગુમ થઇ ગઈ હતી. જેના કારણે તેના પિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ તરુણી પાસે ફોન હતો, તેથી પોલીસે તેના ફોનના આધારે તપાસ કરતાં તેનું લોકેશન અમરોલી આવાસ આવતું હતું અને એક નંબર પર રોશની સતત વાત કરતી હોય એવું જણાયું હતું. તેથી પોલીસે ત્રણ દિવસ સુધી અમરોલી આવાસમાં તપાસ કરી, ત્યાંથી 21 વર્ષીય યુવતીને પકડી તેના કબ્જામાં રહેલી 15 વર્ષીય તરુણીને મુક્ત કરાવવામાં આવી હતી.

બંનેનો પત્તો મળ્યા બાદ તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જ્યાં 21 વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે તે 15 વર્ષની તરુણી સાથે જ લગ્ન કરવા માંગે છે. અને અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તેમ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમની વચ્ચે સંબંધો પણ બંધાયા હોવાની વાત તેમને જણાવી હતી. જેના કારણે પોલીસે જિયા વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની કલમ ઉમેરી છે.

આ અગાઉ પણ બે મહિના પહેલાં પણ વાપીમાં તરુણી અને યુવતી બંને સાથે કોલકાતા ભાગી ગઈ હતી. બાદમાં થોડા દિવસ પછી બંને પરત આવી હતી. જેના કારણે ફરીવાર આવી ઘટના બનવાના કારણે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

Niraj Patel