ખબર

સુરત મહિલા અધિકારી કેસમાં સાસરિયાના પાંચ સભ્યોની અટકાયત, સુરત કોર્ટમાં રજૂ..

સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારી પી એસ આઇ કેસમાં તેના સાસરિયા પક્ષના પાંચ સભ્યનોની અટકાયત કરી લેવામાં આવી છે.ફરિયાદ દાખલ થયા બાદ તમામ લોકો ફરાર થઈ ગયા હતા, દરેકને મહિધરપુરાઅધિકારીઓએ ગારિયાધાર અને ભાવનગરથી અટકાયત કરી છે અને દરેક આરોપીને ભાવનગરથી સુરત લાવવામાં આવ્યા છે.

અમિતાના સાસરિયાઓ જેમ કે તેના પતિ, સાસુ-સસરા અને નણંદો વિરુદ્ધ આરોપ હતો કે તેઓ મિલ્કત અને પગાર માટે માનસિક ત્રાસ આપતા હતા. ફરિયાદ કરનાર તેણીના પિતાએ પતિ વૈભવના આડા સંબંધોનું રેકોર્ડિંગ પણ અધિકારીઓને આપ્યું હતું. એવામાં બધા સભ્યોની અટકાયત કરતા તેઓને સુરત લાવવામાં આવ્યા છે અને કોરોના ટેસ્ટ કર્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે.