સુરતમાં માથાભારે બનવા જતી ભાવિકા ડોન આખરે આવી ગઈ પોલીસની ચપેટમાં, દમણમાં સાગરીતો સાથે આવા કાંડ કરતી હતી…

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં ધોળા દિવસે આતંક મચાવતી ભાવિકા ડોન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ગત રોજ તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે ખુલ્લે આમ ચપ્પુ લઈને મારામારી કરતી જોવા મળી હતી. જેનો વીડિયો વાયરલ થતા જ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને ગણતરીના સમયમાં જ ભાવિકાની ધરપકડ કરી લીધી હતી. ભાવિક વિરુદ્ધ દમણમાં સાગરીતો સાથે મળી હત્યાના પ્રયાસ હેઠળ ગુન્હો પણ નોંધાઈ ચુક્યો છે.

સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા વાયરલ વીડિયોના આધારે ભાવિકાની તપાસ કરવામાં આવી હતી, ત્યારે તપાસ દરમિયાન એવી એવી વાત સામે આવી કે પોલીસના પણ હોંશ ઉડી ગયા. પોલીસની તપાસમાં માલુમ પડ્યું કે ભાવિકા અને તેના સાગરીતો દ્વારા દમણમાં પણ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેનો ગુન્હો પણ અગાઉ તેના વિરુદ્ધ નોંધાયો હતો.

આ મામલે એ પણ સામે આવ્યું છે કે દમણ ખાતે એક ઇકો કાર ચાલક સાથે તેની બોલાચાલી થઇ હતી, જેમાં એક હોટલ માલિક પણ આ ઝઘડામાં પડ્યો હતો અને ભાવિકાએ તેને ચપ્પુના ઘા પણ ઝીંકી દીધા હતા. આ મામલે ભાવિક અને તેના સગીરત રાહુલ ઉર્ફે રામુ બાડા ફરાર હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં યુવકે હોટલના માલિકને ચપ્પુના ઘા મારતો જોવા મળ્યો હતો.

ત્યારે આ મામલે પોલીસે ભાવલી અને રાહુલની ધરપકડ કરીને દમણ પોલીસને જાણ કરી દીધી છે. જેના બાદ આ બંને આરોપીઓનો કબ્જો દમણ પોલીસને સોંપવામાં આવશે. કાપોદ્રા પોલીસ મથકની હદમાં પણ આ યુવતીનો ચપ્પુ જેવા ધારદાર હથિયાર સાથે રોફ જમાવતો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ કાપોદ્રા પોલીસ પણ તેને શોધવામાં લાગી હતી અને આખરે તે પોલીસની પકડમાં આવી ગઈ.

Niraj Patel