સુરતમાં સુઈ રહેલા જીજાજી સાથે સંબંધો બાંધી અને કરાવી સ્વર્ગની સફર, પછી જે પરિણામ આવ્યું તે ખુબ જ ભયાનક હતું, જુઓ સમગ્ર મામલો

સુરતમાં જીજુ અને પ્રિય સાળીનું ઇલુ ઇલુ, બંનેએ બાંધ્યા અતરંગી સંબંધો, અને જે પરિણામ આવ્યું તે ખુબ જ ભયાનક હતું

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી પ્રકાશમાં આવતી રહે છે. ઘણીવાર પરિવારની અંદરના વ્યક્તિઓ વચ્ચે પણ એવા એવા સંબંધો બંધાઈ જતા હોય છે જેની કોઈ કલ્પના પણ નથી કરી શકતું. ઘણીવાર સસરા વહુ, દિયર ભાભી અને જીજા સાળી વચ્ચે અતરંગી સંબંધો બંધાયેલા પણ જોવા મળે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી પણ સામે આવી છે.

સુરતમાં ત્રણેક દિવસ પહેલા એક નવજાત બાળકીને કચરાના ઢગમાં ત્યજી દેવાઇ હોવાની ઘટના સામે આવી હતી. આ બાળકીને તેના માતા-પિતા દ્વારા ત્યજી દેવાઇ હતી અને તે પાછળનું કારણ ખૂબ જ ચોંકાવનારુ છે. સાળી અને બનેવી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને સાળી ગર્ભવતી થઇ ગઇ હોવાથી તેની ડિલીવરી બાદ આ બાળકીને અહીં છોડી દેવામાં આવી હતી. આ બાળકીને મૂકવા તે છેક બિહારથી સુરત આવ્યા હતા.

સા‌ળીની ડિલિવરી કરાવવા માટે આરોપી પહેલા તેને ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયો હતો. જો કે ત્યાં સાળીને તેના પરિવારની વિગતો પૂછવામાં આવી હતી અને એટલા માટે તે બન્ને ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ સાળીની રસ્તામાં ડિલિવરી થઈ અને બાળકીને જન્મ આપ્યો હતો. આ બાદ આ નવજાત બાળકીને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી અને કચરાના ઢગમાં નાખી નાસી છૂટ્યા હતા. સાળીએ મેડિકલ તપાસ કરાવવાની કહેતા તેણે ના કહી હતી અને તે બાદ તેનો આખરે ભાંડો ફૂટી ગયો હતો.

આરોપી

આ બાળકીને ગુરુવારના રોજ સવારે સુરતના ભેસ્તાન બ્રિજ પાસેના કામનાથ મહાદેવ પાસે કચરાનો ઢગ હતો ત્યાં ત્યજી દેવાઇ હતી. આ બાળકીના રડવાનો અવાજ એક શ્રમજીવીને સંભળાયો હતો. આ અવાજ સાંભળતા જ તેઓ અટકી ગયા હતા અને તેમણે એ તેમણે થેલી જોઈ તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી. બાળકીની તપાસ કરવા માટે પોલિસે અલગ અલગ ટીમો બનાવી હતી અને સીસીટીવી ફુટેજ પણ ચેક કર્યા હતા.

ત્યારે આ આધારે જ એક યુવકની ઓળખ થઇ અને તેની શોધખોળ બાદ તે પાંડેસરામાંથી મળી આવ્યો જે બાદ તેની પૂછપરછમાં સામે આવ્યુ છે કે, તેને તેની સાળી સાથે પ્રેમ સંબંધ હતો અને આ બાળકી આડાસંબંધોને કારણે જન્મી હતી જેને કારણે તે લોકોએ આ નવજાત બાળકીને ત્યજી દીધી હતી. હાલ તો આરોપીએ આરોપી રજનીશની પૂછપરછ હાથ ધરી છે.

Niraj Patel