ખબર

સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જયંતિ રવિએ આપી સૌથી અગત્યની માહિતી, જલ્દી વાંચો સુરતી અને અમદાવાદીઓ

દેશભરમાં કોરોના વાયરસના મામલાઓનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં પણ આ વાયરસનો મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ત્રણ મહિનાના લોકડાઉન બાદ વેપાર ધંધા શરૂ કરવા માટે હવે અનલોક અંતર્ગત થોડી છૂટછાટ આપવામાં આવી પરંતુ આ છૂટછાટની અસર સુરતવાસીઓ ઉપર ભારે પડી રહી છે. સુરતમાં કોરોના સંક્રમણના મામલામાં મોટો વધારો થઇ રહેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આ બાબતે આરોગ્ય અગ્ર સચિવ જ્યંતી રવિએ સુરતવાસીઓને ચેતવણી આપી છે.

Image Source

સુરતમાં હાલ પ્રતિદિન 200 કરતા પણ વધારે નવા મામલા સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જ્યંતી રવિ હાલ સુરતની મુલાકાતે છે. ત્યારે ગુરવારે તેમને પત્રકાર પરિષદ યોજી હતી જેની અંદર તેમને કહ્યું હતું: “સુરતમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે જે અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઇ છે. તો સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોના ડૉક્ટર્સ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે.”

Image Source

આ બાબતે આગળ જણાવતા જયંતી રવિએ કહ્યું કે: “શહેરમાં મોટાભાગના લોકો માસ્ક પહેરે છે, પરંતુ હજુ આપણી પરિસ્થિતિ 2-3 અઠવાડિયા માટે જાળવવાની જરૂર છે. ગભરાય જયને  ધ્રુજવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહીએ. સજ્જ અને સજાગ રહીએ. માસ્કપહેર્યા વગર બહાર ન નિકળીએ. અનલૉક ભલે થયું છે પરંતુ બિન જરૂરી બહાર ન નીકળવું જોઇએ.”

Image Source

તો સુવિધા અને સાવચેતી અંગે તેમને જણાવ્યું કે:”ખાનગી તબિબો સાથે કોરોના મામલે ચર્ચા કરી છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો બિમારી લાગૂ પડી શકે છે. સુરતમાં ઉકાળા માટે પણ લોકોના સહયોગ મળી રહ્યો છે. લોકો ઉકાળાની વહેંચણી પણ કરી રહ્યા છે. સુરતમાં હોમ આઈસોલેશનની સુવિધા પણ સારી છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.