સુરતમાં પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરણિતાએ કર્યો આપઘાત, કહ્યુ- મારો પતિ…
ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી આત્મહત્યાના કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિણીતાએ આત્મહત્યા પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને મોતને વ્હાલુ કર્યુ છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી એક મહિલાના આપઘાતની ઘટના સામે આવ્યા બાદ ચકચારી મચી ગઇ હતી.
જોકે, મૃતકે આપઘાત કરતા પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો મૂક્યો હતો અને તેમાં પતિ અને સાસરીયાઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી અપાતા ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે આ મામલે તેના પરિવારને પણ જાણ કરી હતી. સાત વર્ષના લગ્નજીવનમાંથી એક વર્ષ તો પરિણીતાને સારી રીતે અને પ્રેમપૂર્વક રાખવામાં આવી પણ તે પછી નાની નાની બાબતે તેને હેરાન કરવામાં અને ત્રાસ આપવામાં આવતા તેણે કંટાળી આપઘાત કરી લીધો.
ત્યારે હવે આ મામલે પરિણીતાના પરિવારજનોએ પતિ પર હત્યાના આક્ષેપ કર્યા છે અને પોલીસે વીડિયોને આધારે સાસરિયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. 32 વર્ષીય મહિલાએ જે વીડિયો બનાવ્યો છે તેમાં તે કહી રહી છે કે મને મારો પતિ હેરાન કરે છે, એટલે હું આપઘાત કરું છું.