સુરત સરથાણામાં પતિ પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો, પતિથી ન રહેવાયું અને ન કરવાનું કરી બેઠો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના મામલાઓ સતત વધી રહ્યા છે, તેમાં પણ સુરત અને રાજકોટ મોખરે આવી ગયા છે. જ્યાંથી અંગત અદાવતમાં તો કોઈ પ્રેમ પ્રસંગોમાં કોઈની હત્યા કરી દેવાની ખબરો સામે આવતી રહે છે. ઘણીવાર પતિ અથવા પત્નીના કોઈની સાથે અનૈતિક સંબંધોના કારણે પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે, હાલ એવો જ એક મામલો હીરા નગરી સુરતમાંથી સામે આવ્યો છે જ્યાં એક પતિએ પત્નીના પ્રેમને મોતને ઘાટ ઉતારી દીધો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને મૂળ નેપાળના વતની એવા દિનેશ ચૌધરીની પત્નીના મૂળ બિહારના રહેવાસી અફરીદી સાથે અનૈતિક સંબંધો હતો. ત્યારે પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિને ગુસ્સો આવી ગયો અને તેને પ્રેમીની બેરહેમીથી હત્યા કરી નાખી હતી.

આ મામલાની જાણ સરથાણા પોલીસને થતા જ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી અને પતિ દિનેશ ચૌધરીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દિનેશ લસકાણા રામદેવ ઈડિન્સ્ટ્રીઝમાં આવેલા શિવમ ફેશનમાં તે તેની પત્ની સાથે રહેતો હતો. આ દરમિયાન દિનેશની પત્નીની આંખ બાજુના કારખાનામાં કામ કરતા મોહમ્મદ અફરીદી શેખ સાથે મળી ગઈ હતી.

ગત 29 જુલાઈના રોજ જયારે દિનેશ તેની પત્ની સાથે સુઈ રહ્યો હતો ત્યારે અફરિદીએ દિનેશની પત્નીને મેસેજ કરીને ઘરની નીચે મળવા માટે બોલાવી હતી, પતિ ઊંઘમાં હોવાના કારણે તે નીચે પ્રેમીને મળવા આવી. આ દરમિયાન દિનેશની આંખ ખુલી જતા તે પણ નીચે આવી ગયો હતો અને પ્રેમી સાથે પત્નીને કઢંગી હાલતમાં જોતા જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને માથાના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.પોલીસે હાલ આ મામલામાં દિનેશની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો છે.