40 હજાર રૂપિયા પરત ન કરી શકતા વ્યાજખોરોને સોંપી પત્ની, ત્રણ વર્ષ સુધી ચૂંથતો રહ્યો, પછી એક દિવસ…

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ કે યુવતિઓ સાથે દુષ્કર્મના અનેક કિસ્સા સામે આવે છે. ઘણીવાર પરણિતાઓ સાથે પણ આવી ઘટના બનતી હોય છે. ત્યારે હાલમાં સુરતના કતારગામની એક ઘટનાએ ચકચારી જગાવી છે. વ્યાજખોરોના રૂપિયા ન ચુકવાતા પતિએ તેની પત્નીને વ્યાજખોરોના હવાલે કરી અને નરાધમ તેને ત્રણ વર્ષે સુધી ચૂંથતો રહ્યો. ત્યારે આખરે કંટાળી પીડિતાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને તે બાદ ફરિયાદના આધારે 2 આરોપીની ધરપકડ કરી છે.

40 હજાર રૂપિયા લેણદારોને પરત આપવાને બદલે આરોપી પતિએ તેની પત્નીને લેણદારને હવાલે કરી અને તેણે પરિણીતા પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યુ. ત્યારે પતિથી છૂટા થયા બાદ પીડિત પત્નીએ પતિ અને લેણદાર રમેશ શિંગાળા સામે ફરિયાદ નોંધાવી. ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, કતારગામ ખાતે રહેતાં યુવકે 40 હજાર ઉછીના લીધા હતા અને તે પરત ન કરવા પડે એટલે તેણે પોતાની પત્નીને લેણદારને હવાલે કરી.

લેણદાર દ્વારા પરણિતા પર ત્રણ વર્ષ સુધી બળાત્કાર કર્યા બાદ પરણીતા પતિથી છૂટી થઈ અને પછી છુટા થયાનાં ત્રણ વર્ષ બાદ પરણીતાએ પૂર્વ પતિ અને લેણદાર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી. ૨મેશ શિંગાળા પાસે પરણિતાના પતિએ 40 હજાર ઉછીના લીધા હતાં અને આ રકમ પરત ન થઈ શકે એમ હોવાથી તેણે પત્નીને લેણદાર ૨મેશનાં હવાલે કરી. રમેશે તે બાદ 2017થી2020 સુધી તેની પર દુષ્કર્મ ગુજાર્યુ.

આ ઉપરાંત તેણે પત્નીને માર મારી શારીરિક માનસિક ત્રાસ પણ આપ્યો અને રમેશને તાબે રહેવા માટે ધમકી પણ આપી. ત્યારે આખરે કંટાળી 2020માં પરણિતા તેના પતિથી છૂટી થઇ અને પછી ત્રણ વર્ષ બાદ પત્ની દ્વારા 29 માર્ચ 2023ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી. પૂર્વ પતિ અને ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજારનારા લેણદાર રમેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલિસે બંનેની ધરપકડ કરી.

Shah Jina