ગુજરાતના સુરતમાંથી હાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પતિએ તેની પત્ની વિરૂદ્ધ લગ્નના 9-10 વર્ષ બાદ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે અને કોર્ટમાં પણ ફરિયાદ નોંધાવી છે. લગ્નજીવન દરમિયાન પીડિત પતિની પત્નીએ અન્ય પુરુષ સાથે સંબંધ રાખ્યા હતા અને પતિનું શારીરિક શોષણ કર્યું હતુ, જેને લઇને આ પ્રકારની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. તમે અનેક કિસ્સા સાંભળ્યા હશે જેમાં કોઈ મહિલા અથવા તો યુવતિને લગ્નની લાલચે કે નોકરીની લાલચે અથવા તો કોઇ વાતે બ્લેકમેઇલ કરી યુવક દ્વારા બળજબરી શરીર સંબંધ બાંધવામાં આવે છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
જો કે, સુરતમાં તો ઉલટી ગંગા જોવા મળી. એક પરણિત પુરુષે તેની પત્ની પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. જો કે, આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા મામલો સુરત કોર્ટમાં પહોંચ્યો હતો. આવો કેસ ગુજરાતનો પહેલો કેસ માનવમાં આવે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતમાં રહેતા યુવકે વર્ષ 2010માં સામાજિક રીતરિવાજ મુજબ એક યુવતી સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નના નવ વર્ષ બાદ વર્ષ 2019માં અન્ય પુરુષ સાથે તેને પ્રેમસંબંધ હોવાનું સામે આવતા આ મામલે તપાસ શરૂ કરાઇ હતી.
જે બાદ એવું પણ સામે આવ્યુ કે આ યુવતિએ તેની સાથે લગ્ન કર્યા એ પહેલાં બીજા એક યુવક સાથે પણ લગ્ન કર્યા હતા અને આ વાત તેણે છુપાવી હતી. આ વાતના પુરાવા પીડિત પતિને મળ્યા હતા. પત્નીએ પોતાના પહેલા લગ્ન છુપાવીને બીજા લગ્ન કર્યા અને આ લગ્નજીવન દરમિયાન બે સંતાનો હતાં જેમાંથી નાના સંતાનનો DNA ટેસ્ટ કરાવ્યો તો આ બાળક પહેલા પતિ અને બીજા પતિનું ન હચુ પણ કોઇ ત્રીજા જ વ્યક્તિનું હોવાનું ટેસ્ટમાં બહાર આવ્યુ. જે બાદ તો પતિના પગ નીચેથી જમીન જ સરકી ગઈ.
DNAમાં મહિલાની હકિકત સામે આવ્યા બાદ પતિએ આ મહિલા સાથેના સંબંધો કાપી નાખ્યા અને લગ્ન કરી નવ વર્ષ સુધી શારીરિક, આર્થિક અને સામાજિક શોષણ કર્યાને લઇને પતિએ તેની પત્ની વિરુદ્ધ બરાત્કારની ફરિયાદ નોંધાવવા સુરત પોલીસ કમિશનરમાં અરજી કરી પણ આ મામલે પોલીસે કોઇ પગલાં ન લેતા યુવકે કોર્ટમાં ફરિયાદ કરી.