સુરતમાં પત્નીએ જ પતિની ગળે ટુંપો દઈને કરી નાખી હત્યા, પછી આ રીતે ખુલ્યો હત્યાનો ભેદ, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

સુરતના કાજીપુરામાં પતિ આવું આવું કરતા જ પત્નીએ મગજ ગુમાવ્યો, પત્નીએ પતિની હત્યા કરી દિયર મહેશને…

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હત્યા અને આત્મહત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકોની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. ઘણીવાર પતિ પત્ની વચ્ચે પણ અણબનાવ થાય છે અને બંનેમાંથી કોઈ કોઈની હત્યા કરી દેતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે જ્યાં પત્નીએ જ પતિને ગળે ટુંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં અવાયેલા કાજીપુર ચુમાલીસ ચાલ ગાર્ડન ફેક્ટરી નજીક ગત રવિવારના રોજ સાંજના સમયે ઘરમાંથી બેભાન મળી આવેલા યુવાનની હત્યા તેની પત્નીએ જ કરી નાખી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે પત્ની કોઈ કામધંધો નહોતો કરતો અને દારૂ પી અને નશામાં ઝઘડો કરતો હતો. જેના બાદ પત્નીએ પતિથી કંટાળી અને તેની હત્યા કરી નાખી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર કાજીપુર ચુમાલીસ ચાલ ગાર્ડન ફેક્ટરી નજીક મકાન નંબર 7/686ના ત્રીજા મળે રૂમ નંબર 36માં રહેતા 41 વર્ષીય ભાવેશભાઈ લાલજીભાઈ સોલંકી ગત રવિવારના રોજ બપોરના સમયે તેમના ઘરની અંદર સુદી ગયા હતા, પરંતુ સાંજે ચાર વાગ્યા સુધી પણ તે ના ઉઠતા તેમની પત્ની મીનાક્ષીએ તેના દિયર મહેશને જાણ કરી હતી. જેના બાદ મહેશે આવી તેમને હોસ્પિટલમાં લઇ ગયો હતો અને ત્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહર કરી પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા હતા.

પોસ્ટમોર્ટમમાં ભાવેશનું મોત દોરી જેવા કોઈ સાધનથી ગળે ટુંપો આપ્યો હોવાના કારણે થયું હોવાનો ખુલાસો થયો હતો. જેના બાદ ભાવેશના ભાઈ મહેશની ફરિયાદ આધારે લાલગેટ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે પોતાની તપાસનો ધમળમાઅત શરૂ કર્યો હતો અને ભાવેશની હત્યા કોઈ અંદરના જ વ્યક્તિએ કરી હોવાથી પરિવારજનોની પુછપરછ શરૂ કરી હતી.

આ બાબતે ભાવેશની પત્ની મીનાક્ષીની પણ પુછપરછ કરવામાં આવી. ભાવેશના ગળા ઉપર મળી આવેલા નિશાનનું પૂછતાં મીનાક્ષીએ ખરજવાના નિશાન હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે કડકાઈથી પુછપરછ કરતા મીનાક્ષીએ પોતાનો ગુન્હો કબુલ્યો હતો અને તેને નાડાની દોરીથી ભાવેશની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના બાદ પોલીસે તેની ધરપકડ કરી.

Niraj Patel