નવસારીનો બ્રિજેશ પટેલ મુસ્લિમ સહિસ્તાના પ્રેમમાં પડ્યો પણ વચ્ચે આવ્યો પરિવાર, યુવતિની હત્યા કરી દફનાવી પણ દીધી

હિન્દુ યુવક બ્રિજેશ પટેલ સાથે મુસ્લિમ યુવતીનો પ્રેમસંબંધ, યુવતીના ઘરે ખબર પડતા હત્યા કરી દફનાવી દીધી! જાણો ધ્રુજાવી નાખે તેવી કહાની

Surat Hindu Boy Loves Muslim Girl : ગુજરાતમાં (Gujarat) અવાર નવાર હત્યાના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ સુરતના (surat) નવસારીથી (Navsari) હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. અબ્રામા ગામમાં રહેતી એક મુસ્લિમ યુવતિ સહિસ્તા સાથે હિંદુ યુવક બ્રિજેશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પ્રેમ સંબંધમાં હતો અને યુવતિના પરિવારને આ પ્રેમ સંબંધની જાણ થતા તેઓએ સહિસ્તાની હત્યા કરી તેની લાશને દફન કરી દીધી હતી. પ્રાપ્ત વિગત અનુસાર, સહિસ્તા છેલ્લે 20 એપ્રિલે તેના ઘરેથી નીકળી હતી અને પછી તેના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા હતા અને સહિસ્તાને શોધવા લાગ્યા હતા.

જો કે, તેમણે આ સમયે બ્રિજેશને માર મારવાની ધમકી પણ આપી હતી. સહિસ્તા તેના ઘરેથી નીકળી વલસાડ પહોંચી હતી. સહિસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે હતા અને બ્રિજેશને સહિસ્તાનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે, ‘તું મને લઈ જા’. જો કે, સહિસ્તાનો ફોન આવ્યા બાદ તેના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને કહેવામાં આવ્યું કે તે સહિસ્તાને લઈ આવે અને પછી તલવાડા તળાવ પાસે તેમને સોંપી દે. બ્રિજેસે પણ એવું જ કર્યુ, બ્રિજેશે તલવાડા ચોકડી પાસે સહીસ્તાને તેના પરિવારના સભ્યોને સોંપી દીધી અને સાદિક નામના વ્યક્તિ દ્વારા સહિસ્તાને કારમાં બેસાડી દેવામાં આવી.

તે બાદ તેના પરિવારના સભ્યો દ્વારા બ્રિજેશને એવું કહેવામાં આવ્યુ કે પોલીસ ફરિયાદ નહીં કરે અને તે પછી તેને રવાના કરી દેવામાં આવ્યો. જો કે, તેના બીજા દિવસે બ્રિજેશને જાણવા મળ્યું કે સહીસ્તાને માર મારી તેની હત્યા કરી દેવામાં આવી છે અને દફનવિધિ પણ કરી દેવાઇ છે. ત્યારે હવે બ્રિજેશ દ્વારા માગણી કરાઇ છે કે, સહિસ્તાની હત્યા જે લોકોએ કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને પીએમ વગર યુવતીના મૃતદેહને દફન કરી દેવાયો છે એટલે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવે.

બ્રિજેશ દ્વારા પોલીસ અરજી કરાઇ છે અને તેમાં આરોપીઓના નામ પણ લખાવવામાં આવ્યા છે. જેમાં અમુક આરોપીઓ કુખ્યાત આરોપી છે અને તેમાંનો એક આરોપી તો જુગારધામ ચલાવતો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સુરત રેન્જ ઓફિસે ન્યાયની માગણી કરવા માટે અરજી લઈને પહોંચેલા બ્રિજેશની એક જ માગણી છે કે સહિસ્તાની હત્યા કરનારાઓને સજા આપવામાં આવે અને આ ઉપરાંત બ્રિજેશને પણ પોતાનો જીવ જોખમમાં હોવાનો ડર છે. બ્રિજેશે અરજીમાં આરોપીઓના નામ લખ્યા છે તેમાં મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ, રમજાન સિંધી, સિદ્દીક શેખ અને સોએબ શેખ સામેલ છે.

સૌજન્ય આભાર : ન્યુઝ 18 ગુજરાતી

Shah Jina