સુરતની ગ્રીષ્માનું અંતિમ સપનું જાણીને તમને પણ તેના ઉપર ગર્વ થશે, સપના જોવાની ઉંમરમાં જ પાપી ફેનિલે કરી નાખી હત્યા

ગત 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માના માતા-પિતાના રડી રડીને આંસુઓ સુકાઈ નથી રહ્યા, આજે તેની અંતિમ યાત્રા નીકળી હતી અને તેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત થઇ રહ્યા હતા. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

દરેક માતા પિતા માટે તેમની દીકરી વ્હાલનો દરિયો હોય છે, જીવ કરતા પણ વ્હાલી હોય છે, પરંતુ આ દીકરી જો અકાળે દુનિયા છોડીને ચાલી જાય તો માતા પિતાની શું હાલત થાય તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. અને તેમાં પણ જો કોઈ નરાધમ દીકરીને પીંખી નાખે, તેની હત્યા કરી નાખે તો માતા-પિતા જીવતે જીવ જાણે મોતને ભેટ્યા હોય તેવું અનુભવે. હાલ ગ્રીષ્માના પરિવાર અને તેના માતા-પિતાના માથે એવું જ દુઃખ મંડરાઈ રહ્યું છે.

ગ્રીષ્મા તેના પરિવારની ખુબ જ લાડકી દીકરી હતી, તે જે કોઈ વસ્તુ ઉપર હાથ મૂકે તેને તેના માતા-પિતા આપવાતાં હતા. ગ્રીષ્માના સપના પણ ખુબ જ ઊંચા હતા, તે પોલીસ ઇન્સ્પેકટર બનવા માંગતી હતી. ગ્રીષ્માએ તલાટી મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ફોર્મ પણ ભર્યું હતું અને તેના માટે થઈને તે રોજ સવારે 4 વાગે ઉઠીને તૈયારીઓ પણ કરતી હતી.

ગ્રીષ્માના માતા-પિતા દિવ્યાંગ છે. ગ્રીષ્માનો જન્મ  22 ડિસેમ્બર 2001ના રોજ સુરતમાં થયો હતો. ગ્રીષ્મા કામરેજના પાસોદરામાં લક્ષ્મી ધામ સોસાયટીમાં રહેતી હતી. તેના પિતા નોકરી અર્થે આફ્રિકા રહેતા હતા. ગ્રીષ્માએ ધોરણ 1થી 12નો અભ્યાસ જેબી ડાયમંડ સ્કૂલમાં કર્યો હતો.  અને કોલેજનો અભ્યાસ જે.જે. શાહ  કોલેજમાંથી કર્યો હતો.

Niraj Patel