ખબર

બ્રેકીંગ ન્યુઝ: છડેચોક માસુમ ગ્રીષ્માની હત્યા કરનારા હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે આપી એવી સજા કે કોઈ નરાધમ પછી આવું કરવાની હિંમત નહિ કરે…

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ થયેલા માસુમ ગ્રીષ્મા હત્યા કેસ ઉપર આખા ગુજરાતની નજર હતી. આ કેસને લઈને લોકો પણ આરોપીને જલ્દી જ સજા થાય તેવી માંગણી કરી રહ્યા હતા. પોલીસે પણ આ કેસમાં ખુબ જ ઝડપી કાર્યવાહી કરી હતી, અને હવે કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી છે.

આ હત્યાના 69 દિવસ બાદ માસુમ ગ્રીષ્માનું ગળું કાપી અને તેને મોતને ઘાટ ઉતારી દેનારા હત્યારા ફેનિલ ગોયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જેના બાદ હવે કોર્ટ દ્વારા આરોપીને સજા સંભળાવવામાં આવી છે. ફેનિલને થોડા સમય પહેલા જ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેન દોષિત જાહેર કર્યો હતો.

ફેનિલ ગોયાણીએ ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની તેના ઘરની બહાર જ સરાજાહેર ગળામાં ચપ્પુ મારી અને હત્યા કરી નાખી હતી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને જનતા દ્વારા પણ આરોપીને ફાંસી થાય તેવી માંગણી પણ કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપીની પોલીસે ધપરકડ કરી લીધી હતી.

પોલીસે ગણતરીના દિવસોમાં જ કોર્ટની અંદર 2500 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી હતી, જેના બાદ કોર્ટની અંદર ઘણા સમયથી આ કેસનું ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહ્યું હતું. ગ્રીષ્મા તરફથી આ કેસને જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા લડી રહ્યા હતા. તો ફેનીલનો કેસ વકીલ ઝમીર શેખ લડી રહ્યા હતા. કોર્ટની અંદર સાક્ષીઓના નિવેદન અને તથ્યો રજૂ કર્યા બાદ બંને વકીલોએ દલીલો પણ કરી હતી. જેના બાદ આ કેસના ચુકાદાની રાહ જોવામાં આવી રહી હતી.

કેટલાક દિવસ પહેલા હત્યારા ફેનિલ ગોયાણીને સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને દોષિત જાહેર કર્યા બાદ કોર્ટે તેને પૂછ્યું હતું કે, “તમને મૃત્યુદંડ કેમ ના આપવો ?” કોર્ટે એમ પણ જણાવ્યું કે, “નિ:સહાય હથિયાર વગરની યુવતીને પોતાની મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે?”

જેના જવાબમાં ફેનિલ ગોયાણીએ કોઈ જવાબ આપ્યો નહોતો. તે શાંત બનીને ઉભો રહ્યો હતો, કોર્ટ દ્વારા તેને સજા પહેલા તેની વાત મુકવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ ફેનિલ એક પણ શબ્દ બોલ્યો નહોતો. વારંવાર કોર્ટ દ્વારા ફેનિલને કહેવામાં આવ્યું કે “તમારે અંતિમ કઈ કહેવું હોય તો કહી શકો છો.” પરંતુ ફેનિલ કઈ ના બોલ્યો.

ત્યારબાદ 22 એપ્રિલના રોજ કોર્ટની અંદર બંને પક્ષ દ્વારા દલીલો કરવામાં આવી  જેના બાદ આજે એટલે કે 5 મેના રોજ કોર્ટમાં આરોપીને સજા સંભળાવવામાં આવશે. આજે કોર્ટની અંદર પણ બંને પક્ષના વકીલ અને ગ્રીષ્માનો પરિવાર હાજર છે. આ દરમિયાન જજે ઓર્ડર વાંચવાનું પણ શરૂ કર્યુ.

ત્યારે કોર્ટમાં જજે ઓર્ડર વાંચતા પહેલા શ્લોક વાંચ્યો અને કહ્યું કે દંડ દેવો સરળ નથી. મારી 28 વર્ષની કારકિર્દી છે.  હત્યાં વખતે ગ્રીષ્મા નિઃસહાય હતી. 12 ઈંચનું ચપ્પુ ગ્રીષ્માના ગળા પર હતું. જ્યારે તે આરોપીથી દૂર જવા ઈચ્છતી હતી ત્યારે ગળા પર ઘા કરતા લોહી નીકળવા લાગ્યું હતું. ગાળામાંથી લોહીના ફુવારા ઉડ્યા. ગ્રીષ્મા આરોપીના પગમાં પાડી તો પણ આરોપીને જરાય દયા ન આવી. લોકોએ આવો હત્યાનો બનાવ કદાચ જ જોયો હશે. જેને કારણે લોકો તેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આરોપીમાં પસ્તાવો કે કાયદાનો ડર દેખાતો નથી. કેસ બાદ માનીતી બહેનને પોતાની તરફેણમાં નિવેદન આપવાનું કહ્યું હતું.

કોર્ટે એમ પણ પોતાના જજમેન્ટમાં જણાવ્યું કે આરોપીએ ઠંડા કલેજે 2 લોકોની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.  આ કેસ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માનવામાં આવે છે, ગ્રીષ્મા માત્ર 20 વર્ષની હતી તેના પણ સપના હતા. પરિવારના સભ્યો કોર્ટ રૂમમાં રડી પડ્યા હતા. આ કેસમાં 506 પાનાનું જજમેન્ટ હતું.

ત્યારે હવે આ કેસનો 82 દિવસ બાદ ચુકાદો પણ આવી ગયો છે. ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં પહોંચેલા ફેનિલના ચહેરા પર સહેજ પણ ડર દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માનાં પરિવારજનો હાજર રહ્યાં છે. દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર માન્યો છે. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.