લાડલી દીકરીને દુલ્હન બનતા જોવાનું સપનું રોળાયું, પરિવારની માથે આભ ફાટ્યું, જુઓ દર્દનાક તસવીરો

આજે સુરતમાં દીકરી ગ્રીષ્મા વેકરિયાની અંતિમયાત્રા નીકળી. મમ્મી પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપી. ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તમને જણાવી દઈએ કે સુરતની આ દીકરીના પિતા આફ્રિકામાં હોવાથી તેની બે દિવસ અંતિમયાત્રા કરવામાં આવી નહોતી.

આજે જ્યારે તેના પિતા આવ્યા ત્યારે દીકરી સાથે બનેલી ઘટના સાંભળીને સ્થિતિ કપરી બની હતી. મૃતદેહ પાસે પરિવારજનો અને માતા-પિતાએ આક્રંદ કર્યું હતું. સમાજના સેંકડો લોકો ચોધાર આંસુએ વિદાય આપી હતી. સુરતની દીકરી ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી.

પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ હતી.ઈજાગ્રસ્ત હાલતમાં ભાઈએ બહેનને જવતલ હોમવાની જગ્યાએ મુખાગ્નિ આપી હતી.બીજી તરફ સ્મશાન યાત્રામાં જોડાયેલા લોકોએ આરોપીને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ભાઈના હાથે બહેન ગ્રીષ્માને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં દીકરીની યોજાયેલી અંતિમવિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બની ગયું હોય એવાં દૃશ્યો સર્જાયાં હતાં. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બે હાથ જોડીને વિદાય આપી હતી. સુરતમાં જાહેરમાં હત્યા થયેલી આ ઘટના પછી આજે ગ્રીષ્માની અંતિમયાત્રા પોલીસ-બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી.

રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઘરની બહાર નીકળીને સેંકડો લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી, સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે એવી પણ માગ લોકોએ કરી હતી.

સ્મશાનમાં આવેલા સેંકડો લોકોએ દીકરીના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય એવી માગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી જે જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી. ગુજરાતમાં દીકરીઓ સલામત ન હોવા પર લોકોએ કહ્યું હતું કે દીકરીઓ ડર વગર ઘરની બહાર નીકળી શકે એ માટે આકરી સજા થાય એ જરૂરી છે.

સ્મશાનયાત્રામાં દરમિયાન સેંકડો લોકો કાર અને બાઈક પર જોડાયા હતાં, જેથી રસ્તા પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેથી રસ્તાને એક બાજુથી પોલીસે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સવારના સમયે કોવિડ પછી આટલી મોટી લાંબી લાઈન અશ્વિનીકુમાર સ્મશાન પાસે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોવા મળી હતી.

ગ્રીષ્માની પાલખી પાસે પિતા, ભાઈ, માતા અને પરિવારજનો વિલાપ કર્યો હતો. સુરતમાં આખી સોસાયટી શોકમગ્ન બની ગઈ હતી. સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસને નોંધાવેલી ફરિયાદ મુજબ હત્યારો ફેનિલ ગ્રીષ્માને 1 વર્ષથી હેરાન કરતો હતો. તેને મામાએ અને પપ્પાના મિત્ર હરેશ કિકાણીએ પણ અગાઉ સમજાવ્યો હતો તો પણ પરેશાન કરતો હતો. તે દિવસે પણ દરવાજા પાસે ઉભો હતો.

એના ભાઈએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, ‘ફેનિલે ગ્રીષ્માના મોટા પપ્પાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું, આ જોઈને હું તેમને છોડાવવા જતાં મેં ચપ્પુ પકડી લીધેલું, જેથી મને જમણા હાથે ચપ્પુ વાગ્યું હતું. એ પછી તેણે મારા માથાના ભાગે ચપ્પુ માર્યું હતું. એટલામાં તો બહેન ગ્રીષ્મા અને મમ્મી દોડી આવતાં ફેનિલે મારી બહેનને ગળામાંથી પકડી લઈને ગળા પર ચપ્પુ મૂકી દીધું હતું, જેથી મારી બહેન અને અમે ઘણી બૂમો પાડી હતી,

પણ તેણે મારી બહેનને છોડી નહીં તેમજ બધા ગભરાઈ ગયા હોવાથી કોઈ વચ્ચે પડ્યું નહીં. તેણે મારી બહેનનું ચપ્પુ વડે ગળું કાપી નાખેલું અને પોતાના ખિસ્સામાંથી કોઈ ઝેરી પ્રવાહી બહાર કાઢી પી ગયેલો’ પછી બધા લોકો તેને પકડવા દોડતા ત્યાં પોલીસ આવી ગઈ હતી અને પોલીસ આવતાં ફેનિલ પોતાના હાથે ચપ્પુ મારવા લાગ્યો હતો. પોલીસે તેને પકડી લઈ તપાસ કરતા ગ્રીષ્મા મોતને ભેટી હતી. લગભગ છેલ્લા 1 વર્ષથી આ ફેનિલ આ પ્રકારે હેરાનગતિ કરતો હતો,

તો પણ ફેમિલી વાળાએ પોલીસને જાણ ન કરી તે ગંભીર બાબત છે. લોકોને અપીલ છે કે આવી ઘટનામાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે.પોલીસની કામગીરીના પગલે હત્યાના બનાવોમાં ઘટાડો થયો હતો.જો સામાન્ય રીતે આવી બાબતે જાણ કરવામાં આવે તો આવી ઘટનાઓને અટકાવી શકાય છે. જિલ્લામાં મોટા ભાગે પોકસો એકટ હેઠળના ગુના બની રહ્યા છે.

YC