યુક્રેનથી સહી સલામત ભારત પરત ફરી સુરતની દીકરી, મોદી સરકાર અને ગુજરાત સરકાર વિશે શું બોલી

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ચુક્યા છે. સરકાર મિશન ગંગા દ્વારા આ વિધાર્થીઓને રેસ્ક્યુ કરી ભારત પણ લાવી રહી છે અને ઘણા વિધાર્થીઓ વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા દ્વારા સરકાર પાસે મદદની અપીલ પણ કરી રહ્યા છે ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સુરતની દીકરી જે યુક્રેનથી પરત ફરી છે તે સ્થિતિ જણાવી રહી છે. તે કહી રહી છે કે 2-3 દિવસ તો ખૂબ જ ભયાનક માહોલ હતો અને શું થશે તેની પણ કંઇ ખબર ન હતી. તે એવું કહી રહી છે કે તેમને એવો ડર લાગતો હતો કે તે લોકો કઇ રીતે નીકળશે.

પરંતુ મોદી સરકાર અને નરેન્દ્ર મોદીજીનો ખૂબ ખૂબ આભાર છે કે તેઓ અમને અહીંયા લાવ્યા અને અમારો જીવ બચાવ્યો. વીડિયોમાં તે કહી રહી છે ત્યાંથી તેમને ત્રણ દિવસ નીકળતા થયા. આ છોકરીએ ગુજરાત સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો પણ ખૂબ આભાર માન્યો હતો. તે આગળ કહી રહી છે કે, ગાંધીનગરથી તેમણે વ્યવસ્થા કરી. નહિ તો અમારી તાકાત ન હતી કે અમે બોર્ડર પાર કરી અહીં સુધી આવી શકીએ.

આ ઉપરાંત વીડિયોમાં એક એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે ત્યાં પીએમ નરેન્દ્ર મોદી માટે શું વાતો કરવામાં આવતી કે અંદરોઅંદર બધા શું વાતો કરતા. ત્યારે આના જવાબમાં સુરતની દીકરી કહી રહી છે કે તેમનું જે સમ્માન છે તે અમારા લોકોમાં ઘણુ જ ઉપર છે, અમારા માટે સૌથી પહેલા એ આવે છે. ત્યારે આગળ તે કહી રહી છે ભારતમાં પહેલા નરેન્દ્ર મોદી સાહેબ આવે અને પછી અમે આવીએ.

તે એવું કહી રહી છે કે રાષ્ટ્રધ્વજનું સમ્માન કેટલું છે તેમને એ ખબર પડી. રાષ્ટ્રધ્વજ વગર તો અમારાથી નીકળી શકાય એવું ન હતુ. જે બસમાંથી તે લોકો નીકળી રહ્યા હતા તેની આગળ અને પાછળ બંને બાજુ ત્રિરંગો લગાવવામાં આવ્યો હતો. જયારે તે લોકો ત્યાંથી નીકળ્યા ત્યારે 4 બસો હતી, બસો આગળ એક પોલિસની કાર અને પાછળ એક કાર આવી સેફ્ટી સાથે તે લોકો નીકળ્યા હતા, એવું સુરતની એક દીકરી વીડિયોમાં કહી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina