ગુજરાતમાંથી ઘણીવાર ગાંજો કે પછી નશાયુક્ત પદાર્થ કે ડ્રગ્સ પકડાવવાના કિસ્સા સામે આવે છે, ત્યારે સુરતમાંથી પોલિસે બે મહિલાઓની ધરપકડ કરી, જેની પાસેથી દોઢ કિલો કરતાં પણ વધુ ગાંજો હતો. પોલીસ ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવે છે એવો આક્ષેપ કરનાર યુવતિએ સુરત પોલીસ કમિશનર કચેરીના કેમ્પસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તે ગાંજાના મુદ્દામાલ સાથે પકડાઇ છે. દોઢ કિલો કરતાં વધુ ગાંજા સાથે પોલિસે બે મહિલાઓને પકડી છે.
જણાવી દઇએ કે, સુરત શહેર પોલીસ ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન ચલાવી રહી છે અને આ અંતર્ગત નશાકારક પદાર્થોનું વેચાણ કરતા ઘણા ઈસમો અત્યાર સુધી પકડાયા છે. ત્યારે હાલમાં પાંડેસરા પોલીસે ગાયત્રી નગર પાસે ગોવર્ધન સોસાયટીના એક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરતી બે મહિલાઓને પકડી પાડી. ગોવર્ધન નગરના પ્લોટ નંબર 6ની બિલ્ડિંગમાં બીજા માળે રહેતી રાની ઉર્ફે રેખાસિંગ નામની મહિલાના ઘરમાંથી પોલીસને 1 કિલો 857 ગ્રામ ગાંજો મળી આવ્યો અને પોલિસે તેની ધરપકડ કરી.
ત્યારે રાની ઉર્ફ રેખાસિંગે પૂછપરછમાં કબુલાત કરી કે અનિતા સોલંકી ઉર્ફે મારવાડી અને શ્રવણ સોલંકી ઉર્ફે મારવાડી આ બંને પાસેથી તે ગાંજો લાવી છે. ત્યારે આ મામલો સામે આવ્યા પછી પોલીસે બંનેને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. અનિતા સોલંકી એ જ યુવતી છે જેણે થોડા દિવસો પહેલા સુરત પોલીસ કમિશનરની કચેરીના કેમ્પસમાં જ્વલંતશીલ પદાર્થપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
તેણે પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે મારામારીના કેસમાં તેને ફસાવવામાં આવી છે તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. જો ભાઈને છોડાવવો હોય તો પોલીસ દ્વારા રૂપિયાની માગણી કરવામાં આવી છે. જો કે, હવે એ જ યુવતિ અનિતા ગાંજાના વેચાણમાં ઝડપાઇ છે.