ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

ભારતીય નેવીમાં સૌપ્રથમ વખત જોવા મળશે સુરતી દીકરીએ, વધાર્યું ગુજરાતનું ગૌરવ – 12 લાખનું પેકેજ મળ્યું

તાજેતરમાં જ સર્વિસ સિલેકશન બોર્ડના પાંચ દિવસના ઇન્ટરવ્યૂ ભોપાલમાં યોજાયા હતા. આ પાંચ દિવસનો ઇન્ટરવ્યૂ ખૂબ જ મહત્વનો હોય છે. આ ઈન્ટરવ્યુમાં મેન્ટલ, સાયકોલોજી અને ફિઝીકલ ટેસ્ટ લેવામાં આવે છે. આ ઈન્ટરવ્યુમાં જીવને લગતાં પ્રશ્નો, ફિલ્ડને લગતાં પ્રશ્નો, નેવીને લગતાં પ્રશ્નો અને જનરલ નોલોજના પ્રશ્નો પુછવામાં આવે છે. પાંચ દિવસ માટે ઇન્ટરવ્યૂ આપનારે એલાર્મ વગર જ સવારે 5-30 વાગ્યે ઉઠી જવાનું હોય છે. જે એક્ટિવીટી કરવામાં આવે તે તમામ પર નજર રાખવામાં આવે છે.

Image Source

ફિઝીકલ ટેસ્ટમાં 13 અલગ અલગ ઓબ્સ્ટેકલ હોય તેમાં રનિંગ, જમ્પિંગ, રોપ જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. પાંચ દિવસ પછી આ બધી જ પ્રવૃત્તિઓને જે પાસ કરી શક્યું હોય તેના નામ જાહેર કરવામાં આવે છે. આ બધી જ પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. એટલે જ આખા દેશમાંથી ઇન્ટરવ્યૂ માટે 800 ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી નેવીએ માત્ર 5 લોકોને જ પસંદ કર્યા છે. જેમાં સુરતમાંથી 2 ઉમેદવારો પસંદગી પામ્યા છે.

Image Source

પાંચમાંથી જે બે લોકો સુરતથી પસંદગી પામ્યા છે એ છે સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા આયુષી દેસાઈ અને હિરેન જોષી. આ સાથે જ આયુષી દેસાઈ નેવીમાં પસંદ થનાર સુરતની પ્રથમ મહિલા બની છે. નેવી દ્વારા તેને 12 લાખ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું છે. આ બંને ઉમેદવારોએ સર્વિસ સિલેકશન બોર્ડની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને નેવીમાં નેવલ આર્કિટેકચર તરીકે સબ લેફેટન્ટની પોસ્ટ પર પસંદગી પામ્યા છે. હવે આ બંને આ વર્ષે જુલાઈ મહિનામાં નેવીની ટ્રેનિંગ લેવા માટે જશે.

Image Source

બંને ઉમેદવારોએ કોલેજમાં એનસીસીની ટ્રેનિંગ લીધી હતી. આ બાબતે આયુષીએ કહ્યું કે તે રોજ બે કલાક જીમન્ટાસ્ટિકની પ્રેક્ટિસ કરે છે. જેથી તેને ઈન્ટરવ્યુ માટે અલગથી તૈયારી કરવાની જરૂર પડી નથી. તેમજ કોલેજમાં એનસીસીની પણ તાલીમ લીધી હતી. સાથે જ સિલેક્ટ થયાની ખુશી વ્યક્ત કરતા આયુષીએ જણાવ્યું હતું કે ‘મને ખુશી એ વાતની છે કે, નેવીમાં પસંદ થનાર સુરતની પહેલી મહિલા છું. મને હંમેશા ગર્વ રહેશે. મહિલાઓ હવે કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. ત્યારે નેવી જેવી ડિફેન્સ સર્વિસીસમાં પણ મહિલાઓ જોડાય તે જરૂરી છે.’

નેવલ આર્કિટેક્ચર તરીકે પસંદ થયા વિશે આયુષીએ કહ્યું કે તેનું સપનું છે કે ભારતમાં જે રીતે મેક ઈન ઇન્ડિયા અંતર્ગત ડિફેન્સના સાધનો બનાવવામાં આવે છે, જેમ કે આઈએનએસ વિક્રમાદિત્ય એરક્રાફ્ટ કેરિયર છે એ જ રીતે એનાથી વધુ એડવાન્સ એરફ્રાફ્ટ કેરિયર બનાવવું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks