સુરતમાં જન્મ દિવસે જ પરણીતાએ પાંચમા માળેથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કર્યું, આપઘાત પાછળનું કારણ જાણીને હચમચી ઉઠશો

સુરતમાં આ પરિણીતાએ જન્મ દિવસે જ પાંચમાં માળેથી કૂદીને લગાવી મોતની છલાંગ, મોતનું કારણ ચોકાવનારું

દેશભરમાં આપઘાતના કિસ્સઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ગુજરાતમાંથી પણ છેલ્લા થોડા સમયમાં જ આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોમાં પોતાનું જીવન ટૂંકાવી લેતું હોય છે, ઘણી પરણીતાઓ પણ સાસરિયા અને પતિના ત્રાસથી મોતને વહાલું કરે છે.

હાલ એવી જ એક ખબર સુરતમાંથી સામે આવી રહી છે, જ્યાં એક પરણીતાએ પોતાના જન્મ દિવસે જ બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના પલસાણા તાલુકાના હલધરું પાટિયા ખાતે આવેલ શિવ સાઈ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં પોતાના પરિવાર સાથે રહેતી યુવતીએ પાંચમાં માળેથી ઝંપલાવી મોતને વ્હાલું કરતા પરિવાર માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે.

જે દિવસે યુવતીએ આપઘાત કર્યો તે જ દિવસે તેનો જન્મ દિવસ હતો અને સાથે તેના લગ્નની વર્ષગાંઠ પણ હતી.  આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર આ યુવતીના લગ્ન એક વર્ષ પૂર્વે જ થયા હતા, અને લગ્ન બાદ પતિ અને સાસરિયા સાથે અણબનાવ બનતા તે પોતાના પિયરમાં જ રહેતી હતી.

લગ્નના 10માં દિવસે જ તે તેનો પતિ ચંદન તિવારી તેને તેના પિયરમાં છોડી ગયો હતો. જેના બાદ તેનો પતિ તેના ઘરે પાછી ના લઇ જવા માટે પણ કહી રહ્યો હતો, આ બધા કારણોના લીધે જ યુવતીએ માનસિક તાણમાં આવીને આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ લગાવ્યો છે. યુવતીનો જન્મ દિવસ અને લગ્નની વર્ષગાંઠ હોય તેનો પતિ તેને સાસરે ના લઇ જતા યુવતીને લાગી આવ્યું હતું અને તેને મનમાં થયું હતું કે હવે તેનો પતિ તેને ક્યારેય નહિ લઇ જાય,

જેના કારણે જયારે તેની માતા ઘરની બહાર કોઈ વસ્તુ લેવા માટે ગઈ ત્યારે યુવતીએ ફ્લેટની અગાશી ઉપર ચઢી અને પાંચમા માળેથી મોતની છલાંગ લાગવી દીધી હતી. યુવતીના માતા પિતાએ તેમની ફરિયાદમાં યુવતીના સાસરિયાઓ ત્રાસ આપતા હોવાનું પણ જણાવ્યું છે. યુવતીના માતા-પિતાએ તેનો પતિ જ યુવતિના મોત પાછળ મુખ્ય કારણ ગણાવી તેને સજા આપવાની માંગ કરી હતી.

આ ઘટના અંગેની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીના મૃતદેહનો કબ્જો મળેવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે યુવતિનું લગ્ન જીવન યોગ્ય રીતે ચાલી રહ્યું ન હતું જેના કારણે તેને આપઘાત જેવું પગલું ભર્યું હતું.

Niraj Patel