સુરતમાં ATM માં જમા કરવા ગયેલા ભાઈના અધધધધ લાખ લૂંટાઈ ગયા, સુરતમાં ક્રાઇમ રેટ તો જો ફાટ્યો

ATM માં રૂપિયા નાખવા જતા પહેલા ચેતી જજો: સુરતમાં આ ભાઈને લૂંટી લીધા, તમે CCTV ફૂટેજ જોઈને ચોંકી જશો

ગુજરાતમાંથી ઘણીવાર ચોરીના અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં લાખો કરોડો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવતી હોય છે. ઘણીવાર તો ATMમાંથી પણ ચોરી થયાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર ચોર દ્વારા કેટલાક લોકોને ચપ્પુ કે બંદૂકની અણીએ પણ લૂંટી લેવામાં આવતા હોય છે. ત્યારે હાલ સુરતમાંથી ચોરીને કિસ્સો સામે આવ્યો છે. જેમાં ATMમાં રૂપિયા ભરવા ગયેલ યુવકને ત્રણ યુવકોએ ચપ્પુ બતાવી લૂંટી લીધો હતો. આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.સુરતના સચીન GIDC વિસ્તારમાં એક યુવક વરાછા કો-ઓપરેટિવ બેંકના ATMમાં પૈસા જમા કરાવવા ગયો હતો.

ત્યારે ત્રણ યુવકો ATMમાં પ્રવેશ્યા અને જે યુવક પૈસા ભરી રહ્યો હતો તેની આસપાસ ગોઠવાઇ ગયા, જે બાદ ચપ્પુ જેવુ તીક્ષ્ણ હથિયાર બતાવી લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂઓએ ચહેરા પર રૂમાલ બાંધી રાખ્યો હતો, જેને કારણે તેમને ઓળખી શકાયા નહિ. જો કે, આ દરમિયાનના CCTV સામે આવતા પોલિસે તપાસ હાથ ધરી હતી.મીડિયા અહેવાલ અનુસાર, પોલિસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ઘટના પાછળ કોઇ જાણભેદુ હોવાની શક્યતા છે.

કારણ કે યુવક પાસે મોટા પ્રમાણમાં રકમ હતી અને એ બાબતની જાણ કોઇ જાણભેદાને હોઇ શકે છે. હાલ તો પોલિસે લૂંટારાના પગેરું મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, સચીન જીઆઇડીસી વિસ્તારમાં ગઇકાલે રાત્રે 9:50 વાગ્યા આસપાસ ચંદનકુમાર ચૌરસીયા વરાછા કો-ઓપરેટિવ બેન્કના ATMમાં આવ્યો હતો અને તેના બેગમાં ઘણા રૂપિયા હતા. ATMમાં પ્રવેશ્યાની સાથે અન્ય ત્રણ યુવકો જાણે કે તેનો પીછો કરતા હોય તેમ તેની પાછળ પાછળ અંદર પ્રવેશ્યા હતા અને ઊભા રહી ગયા હતા.

આ લોકોના આવી રીતે ઊભા રહેતા યુવકને અંદાજ આવી ગયો હતો કે, તેઓ ખરાબ ઇરાદાથી પ્રવેશ્યા છે. જો કે, યુવક પોતાનો બચાવ કરે એ પહેલાં જ લૂંટારૂઓએ તિક્ષણ હથિયાર બતાવી બેગમાંથી રહેલી રોકડ રકમ લૂંટી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા.એવું કહેવામાં આવી રહ્યુ છે કે લૂંટારૂઓએ 1.92 લાખની લૂંટ ચલાવી હતી.

Shah Jina