સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કેસમાં મોટા અપડેટ : સૂર્યોદય પહેલા 27 પથ્થરબાજોની અટકાયત
રવિવારે રાત્રે સુરત સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીના પંડાલ પાસે પથ્થરમારો થયો હતો જેને કારણે વાતાવરણ તંગદીલીભર્યુ બન્યું હતું. અસામાજિક તત્વોએ વાહનોમાં આગ પણ ચાંપી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસના ધાડેધાડા ઉતાર્યા અને ટોળું બેકાબૂ બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ ગુનો આચરવામાં બાળકોનો ઉપયોગ થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ મામલે સુરત પોલીસે કડક અને ઝડપી કાર્યવાહી કરી 27 લોકોની ધરપકડ કરી છે. ગણેશ ઉત્સવમાં સુરત સહિત આખા ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટના બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કેટલાક અસામાજિક તત્વો ગલીઓમાં સંતાઈને પથ્થરમારો કરતા હતા. પોલીસ પર પણ તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો.
આ પછી રોષે ભરાયેલા ટોળાએ સૈયદપુરા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. સ્થિતિ વણસતા ધારાસભ્ય કાંતિ બલર પણ પહોંચ્યા હતા અને શાંતિ ડહોળનારાઓ સામે કડક કર્યાવાહી કરવાની ખાતરી આપી હતી. આ મામલો સુરત શહેર પોલીસ કમિશ્નરે જણાવ્યું કે, સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે અત્યાર સુધી કુલ 27 શખ્સોની પોલિસે અટકાયત કરી છે.
આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે અને વિશ્વાસ ન કરે. જો કોઈ પાસે ઘટનાના વીડિયો હોય તો પોલીસને આપે, જે પણ લોકો સંડોવાયેલા છે તેમના પુરાવાર એકત્ર કરાઈ રહ્યા છે. એવી કાર્યકાવી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય.
View this post on Instagram