સુરતના સરથાણામાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની તપાસ સુરત FSLને સોંપવામાં આવી હતી અને સુરત FSL દ્વારા ઘટનાનો પ્રાથમિક રીપોર્ટ ક્રાઈમ બ્રાચને સબમિટ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ ઘટનામાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા બે ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એ બંને ફાયર ઓફિસરની ધરપકડ પણ કરવામાં આવી હતી.

સુરત FSLના રિપોર્ટ અનુસાર, સૌથી પહેલા બીજા માળે આવેલા ACના કોમ્પ્રેસરમાં (આઉટડોર યુનિટ) આગ લાગી હતી. આ આગ ધીમે ધીમે નીચેના ભાગે ફેલાઈ હતી અને તેની સાથે આગ ફેલાઈને ઉપરના ભાગે પણ પહોંચી હતી. કોમ્પ્રેસરની પાસે ફ્લેક્સ અને બેનરો લાગેલા હોવાને કારણે ઝડપથી ફેલાઈ અને ચોથા મળે ફાયબરનો ડોમ બનાવીને ચાલતા ક્લાસ સુધી પહોંચી હતી. આ ક્લાસના દાદરા પણ લાકડાના હોવાને કારણે તે પણ આગમાં સળગી ગયા હતા જેથી કલાસમાં હાજર વિદ્યાર્થીઓએ જયારે નીચે ઉતરવાની કોશિશ પણ કરી હતી. પણ વિદ્યાર્થીઓ નીચે ઉતરી શક્યા નહીં.

આગનો ધુમાડો ચારે તરફ ફેલાતા અને ધુમાડાને નીકળવાની જગ્યા ન મળતા બાળકો ફસાઈ ગયા હતા. જેમાંથી 16 બાળકો ગુંગણામણ અને સળગી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા અને 6 બાળકોના ઉપરથી કુળવાને કારણે મૃત્યુ થયા હતા. FSLની તપાસ દરમ્યાન તેમને કેટલાક સેમ્પલ્સ લીધા હતા જેને વધુ તપાસ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા પછી વિસ્તૃત રિપોર્ટ બહાર આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks