ખબર

સુરત : સામાન્ય બાબતમાં અંગત મિત્રએ જ મિત્રનું ગળું કાપી નાખ્યું, યુવાનનું મોત, પરિવાર માંગી રહ્યો છે ન્યાય

સુરત : હાલ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને હત્યાના બનાવો પણ ઘણા સામે આવતા હોય છે, જેમાં પ્રેમી પ્રેમિકાની હત્યાના બનાવો સામે આવે છે અને મિત્ર દ્વારા પણ હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવે છે ત્યારે હાલ એક એવી જ ઘટના બની છે, જેમાં મિત્ર દ્વારા મિત્રનું જ ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટના સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારની છે. જયાં એક મિત્ર દ્વારા તેના જ સાથી મિત્રની હત્યા કરી દેવામાં આવી હોય. જો કે, ઘટના બાદ આરોપીને ઝડપી પાડવામા આવ્યો છે. તેમજ વિસ્તારના લોકો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ હત્યા જયાં થઇ ત્યાં જુગારધામ પણ ચાલતુ હતુુ અને રાત્રે 10 વાગ્યા બાદ કર્ફ્યુ હોવા છત્તાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી.

મૃતકનું નામ મુસ્તગીન હોવાનું સામે આવ્યુ છે જયારે તેની હત્યા તેની મિત્ર ઇલયાસ દ્વારા કરાઇ હોવાનું જાણવા મળ્યુ છે. તેના પરિવારનું કહેવુ છે કેતેનો અકસ્માત થયો હતો અને તે બાદ તે કોઇ કામ કરતો ન હતો અને તેનો કોઇ સાથે ઝઘડો પણ થયો ન હતો. પરિવારનું કહેવુ છે કે, અમે અમારો પુત્ર ગુમાવ્યો છે, હવે બસ ન્યાય મળે.

મૃતકના ભાઇએ જણાવ્યુ કે મુસ્તગીન ત્રણેય ભાઇઓમાં નાનો હતો અને તે માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. મુસ્તગીનની હત્યા ઘરથી થોડે દૂર જ થઇ હતી. કોઇ અજાણ્યા વ્યક્તિએ ફોન કર્યો હતો અને તેમને આ વાતની જાણ થઇ હતી. જો કે તેમને કોઇ રિક્ષાવાળાનો ફોન આવ્યો હતો અને ખબર પડી હતી કે મુસ્તગીન મૃત્યુ પામ્યો છે.