ખબર

દિવાળીમાં ફટાકડા ફોડતા સાવધાન, સુરતમાંથી આવી હચમચાવી દેનારી ઘટના સામે, જુઓ લાઈવ વીડિયોમાં ફટાકડા ફોડતા કેવી દુર્ઘટના ઘટી

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આ સમયે લોકો ખરીદી કરવા માટે પણ નીકળી ગયા છે અને બજારોમાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે, આ તહેવાર નવા કપડાં પહેરવા, સારું જમવા સાથે સાથે ફટાકડા ફોડવાનો પણ તહેવાર છે, ખાસ કરીને નાના બાળકોને ફટાકડા ફોડવા ખુબ જ પસંદ આવે છે, પરંતુ ઘણીવાર ફટાકડા ફોડતી સમયે કેટલીક દુર્ઘટનાઓ પણ બનતી હોય છે.

હાલ સુરતમાંથી એક એવી જ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક બાળકોને ફટાકડા ફોડતા સમયે મોટી દુર્ઘટનાનો શિકાર બનવું પડી શકતું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટી બહાર બાળકો ગટરના ઢાંકણ પાસે ફટાકડા ફોડવા માટે ટોળામાં એકત્રિત થયાં હતાં. ત્યાં ફટાકડા ફોડવા જતાંની સાથે જ એકાએક આગ ભભૂકી ઊઠી હતી, જેને કારણે પાંચ બાળક આગની જ્વાળામાં દાઝી ગયાં હતાં.

બાળકોના ફટાકડા ફોડવાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ થઇ ગઈ હતી, જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે સોસાયટીની આસપાસ ખોદકામ ચાલુ હતું એ દરમિયાન ગુજરાત ગેસની લાઈન લીક થઈ હતી. એ ગેસ ગટરલાઇનમાં પ્રસરી ગયો હતો, જેને કારણે આ ઘટના બની છે

આ વીડિયો બે દિવસ પહેલાનો જ છે. જેમાં જોઈ શકાય છે કે ફટાકડા ફોડવા માટે પાંચ બાળકો ભેગા થયા છે. પહેલા બાળકો સોસાયટીની અંદર ટોળું વળીને બેઠેલા જોવા મળે છે, જેના બાદ તે  બધા જ બાળકો બહાર ગટરના ઢાંકણા પાસે એકત્ર થાય છે. બાળકો ડ્રેનેજ લાઈનની અંદર ફટાકડો નાખે છે અને અચાનક આગ ભભૂકી ઉઠે છે જેના કારણે તેઓ દાઝી પણ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ સમગ્ર ઘટનાનો વીડિયો ગણતરીના સમયમાં જ વાયરલ થઇ ગયો હતો, જેને જોતા લોકો પણ હેરાન રહી ગયા હતા. દિવાળીના સમયમાં આવી ઘટનાઓ ના બને તે માટે વાલીઓને પણ જાગૃત થવાની જરૂર છે, બાળકોના ફટાકડા ફોડતા સમયે તેમના વાલીઓએ પણ તેમની સાથે રહેવું જોઈએ અને તેમનું માર્ગદર્શન કરવું જોઈએ, નહિ તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. સુરતમાં બનેલી આ દુર્ઘટનામાં બાળકોને ગંભીર ઇજા પહોંચી નહોતી. છતાં પણ આ કિસ્સો વાલીઓ માટે ચેતવણી રૂપ બન્યો છે.