સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં ગત 24 મેના રોજ ભયાનક આગ લાગી હતી, જેને 20થી વધુ યુવાન જિંદગીનો ભરડો લીધો હતો. આ ઘટના બાદ આખું શહેર અને રાજ્યમાં લોકોમાં તંત્ર સામે રોશની લાગણી ફેલાઈ હતી તો જે યુવાનોના સપના તેમની સાથે આ ભયંકર આગમાં ખાક થઇ ગયા, તેમના પરિવારોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

આ ઘટનાના જુદા-જુદા વિડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયા છે જેમાં બાળકો બારીમાંથી કૂદી રહયા છે અને નીચે પડી રહયા છે, કોઈ બાળકોને બારીમાંથી લટકીને બચાવી રહયાના વિડીયો પણ છે. ત્યારે લોકો કહે છે કે જો અહીં હાજર લોકો આ ઘટનાના વિડીયો મોબાઈલમાં બનાવવાના બદલે આ બાળકોને બચાવવાનું કાર્ય કરતે તો ઘણા માસુમ જીવ બચાવી શકાયા હોતે. પરંતુ આ જ ઘટનાનો હજુ એક વિડીયો વાયરલ થયો છે, જે લોકોની આ વાતને ખોટી સાબિત કરી રહ્યો છે.

જયારે આગની આ ઘટના બની ત્યારે કેટલાક લોકો આ બાળકોને બચાવવામાં પણ લાગ્યા હતા એ વાતની સાબિતી આપતો આ વિડીયો સામે આવ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે લોકો આ બાળકોને બારીમાંથી બહાર કાઢીને સીઢી દ્વારા નીચે ઉતારીને બચાવી રહ્યા છે.
ત્યારે આ વિડીયો શેર કરવાવાળા આ યુઝરે લખ્યું છે કે કોણ કહે છે લોકો બચાવતા નહોતા ખાલી વિડિઓ ઉતારતા હતા. આ વીડિયો જુઓ જો આ રીતે બાળકોને ન બચાવ્યા હોત તો કેટલા હોમાય જાત.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks