ખબર

આજથી 1 વર્ષ પહેલા અઢી વર્ષની માસુમ કર્ણવી પણ ગ્રીષ્મા સાથે જ હોમાઈ આગમાં, અંતિમ યાત્રામાં જોવા મળ્યા કાળજુ કંપાવે તેવા દ્રશ્યો

સુરતમાં સરથાણામાં આવેલા તક્ષશિલા આર્કેડની આગમાં એક સાથે 20થી વધુ માસુમ જિંદગીઓ હોમાઈ ગઈ. જેમાં એક અઢી વર્ષની માસુમ બાળકી પણ જીવતી હોમાઈ ગઈ હતી.

Image Source

તક્ષશિલા આર્કેડની આગમાં ગ્રીષ્માની સાથે અઢી વર્ષની કર્ણવી પણ હોમાઈ ગઈ હતી. વાત એમ છે કે ગ્રીષ્માને પડોશમાં રહેતી કર્ણવી સાથે ખૂબ જ લગાવ હતો. ફાઇન આર્ટ્સ કરી ચૂકેલી ગ્રીષ્મા આ ક્લાસમાં ટયૂટર હતી. આ દિવસે તેનો છેલ્લો દિવસ હતો અને એક જ કલાકમાં પરત ફરવાની હોવાથી ક્લાસ જવા માટે ઘરેથી નીકળી ત્યારે કર્ણવીને સાથે લઇ ગઈ હતી. તેને એ સમયે કર્ણવીના પિતાને કહ્યું હતું કે આજે મારો છેલ્લો દિવસ છે, હું કર્ણવીને સાથે લઇ જાઉં છું… પણ કોને ખબર હતી કે તેઓ સીધા જ પરલોક સિધાવી જશે.

Image Source

આ દુર્ઘટનામાં ગ્રીષ્માએ કર્ણવીને બચાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે પોતે પણ બચી શકી નહિ કે કર્ણવીને પણ બચાવી શકી નહિ. ગ્રીષ્માએ કર્ણવીને બચાવવા માટે તેને નીચે નાખી કે નીચે કોઈ તો તેને પકડી જ લેશે. પણ બચાવ માટે લંબાયેલા હાથ આ બાળકી સુધી પહોંચી શક્યા નહીં અને તે રોડ ઉપર પટકાઇ હતી. તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ અને તેને ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

Image Source

કર્ણવીની અંતિમ યાત્રામાં પિતા દીકરીને ખોળામાં લઈને નીકળ્યા હતા, ત્યારે તેની અંતિમ યાત્રામાં કાળજુ કંપાવે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અઢી વર્ષની માસુમ બાળકીએ દુનિયા જોવાની શરૂઆત પણ કરી ન હતી અને તેને દુનિયાથી વિદાય લઈ લીધી. તો બીજી તરફ, તેના માતાપિતાનો આક્રંદ પણ સમાતો ન હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.