BIG BREAKING: સુરતની એક કંપનીમાં આગ લાગતા પાંચમાં માળેથી કૂદયા મજૂરો, બેના મોત

ડાયમંડ નગરી સુરતના કડોદરામાં એક પેકેજિંગ કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે મજૂરોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાની વાત સામે આવી છે. જ્યારે 125 થી વધુ મજૂરોને હાઇડ્રોલિક લિફ્ટ દ્વારા બચાવી લેવાયા છે.

ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે. મળતી માહિતી મુજબ, અકસ્માત ત્યારે થયો જ્યારે મજૂરો પાંચમા માળે કામ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે કથિત રીતે પાંચમાં માળેથી કૂદકા લગાવ્યા હતા જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા.

મળતી માહિતી પ્રમાણે રાજ્યના સુરત શહેરમાં સોમવારે સવારે મોટા અકસ્માતના સમાચાર લાવ્યા. સોમવારે વહેલી સવારે સુરતના કડોદરા વિસ્તારમાં આવેલી પેકેજીંગ યુનિટમાં આગ લાગી હતી. આ ઘટનામાં બે મજૂરનું મોત થયા છે. પ્રશાસનનો દાવો છે કે 125 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

સુરતના કડોદરા વિસ્તારમાં વરેલી સ્થિત પેકેજિંગ યુનિટમાં બધું સામાન્ય ચાલી રહ્યું હતું. મજૂરો પાંચમા માળે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આગ લાગી હતી. જ્વાળાઓ વધતી જોઈને કામદારો ડરી ગયા. મજૂરો એટલા ડરી ગયા હતા કે પોતાનો જીવ બચાવવા માટે તેમણે પાંચમા માળેથી કૂદવાનું શરૂ કર્યું. આ ઘટનામાં બે મજૂરના મોત થયા.

પેકેજીંગ યુનિટમાં આગની માહિતી મળ્યા બાદ પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ હાઇડ્રોલિક લિફ્ટ નીચે ઉતારી હતી. એવું કહેવાય છે કે પેકેજિંગ યુનિટમાંથી સોથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયર બ્રિગેડની એક ડઝન જેટલી ગાડીઓ સ્થળ પર છે. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ ઘટનામાં અનેક લોકો પોતાનો જીવ બચાવવા ટોપ ફ્લોરના માળેથી કુદી ગયા હોવાની આશંકા છે. અને કેટલાંક કર્મચારીઓને બે હાઈડ્રોલિક ક્રેન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 10 આસપાસ મજૂરોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેવામાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતા સુરત મહાપાલિકાના મેયર, ડીવાયએસપી, પોલીસના અન્ય ઉચ્ચ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

બીએચ માખ્ખીજાની (ઇન્ચાર્જ ફાયર ઓફિસર) એ કહ્યું હતું કે, આ ઘટનામાં 250 થી 300 જણા ફસાઈ ગયા હોવાની વાત બાદ સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર ખુબ જ ભીષણ આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈને આગ વધુ ઉગ્ર બની હતી. જેને લઈને 5માં ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભયનો માહોલ સર્જાયો થયો હતો અને ચારે બાજુ ભારે ભાગદોડ મચી ગઇ હતી. ઘણા મજૂરો તો ધાબા પર દોડી ગયા હતાં.

જોકે આ ઘટનાની ખબર પડતા જ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતો તો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે ટોળાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અને ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે

બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી જે બાદ પાંચમાં માળે કામ કરતા કામદારોને દિવાલ તોડીને હાઈડ્રોલિક ક્રેનની મદદથી 125 કરતા વધુ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, જ્યારે અમુક મજૂરોએ પાંચમાં માળેથી પડતું મૂકીને પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકરી, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી કમિશનર, એસપી અને ફાયર અધિકારી વીકે પરીખ સહિતના મોટા મોટા ઓફિસરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, હાલ ફ્લોર વાઇઝ ચેકીંગ કરી કર્મચારીઓનું રેસ્ક્યૂ કરાઈ રહ્યું છે તેમજ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જો કે આગની ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને 108 મારફતે સુરતની સ્વિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

આ અંગે સુરતના એસડીએમ કેજી વાઘેલાએ એક મોતની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું છે કે એક વ્યક્તિએ બિલ્ડિંગના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી જેના કારણે તેનું મોત થયું હતું. SDM એ કહ્યું કે ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર આગને કાબૂમાં લેવાની કોશિશમાં લાગેલી છે. તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડની ટીમે પણ 125 લોકોને બિલ્ડિંગમાંથી બચાવી લીધા છે

સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી: ફાયર બ્રિગેડને કોલ મળતાંની સાથે જ રેસ્ક્યૂ ઓપરેશન માટે ઘટના સ્થળે અધિકારીઓ અને ફાયરબ્રિગેડના જવાનો પહોંચી ગયાં અને તેમણે આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંદાજે સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી અને આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

YC