સુરત સિવિલ હોસ્પિટલ વિવાદમાં ! પુત્રની સારવાર માટે રઝળતા પિતા, આખો દિવસ પુત્રને ઊંચકી ઊંચકીને ફર્યા લાચાર પિતા

પુત્રને સારવાર ન મળતાં પિતા રડી પડ્યા:સુરત સિવિલમાં બાળકને ઊંચકી પિતા આખો દિવસ રઝળ્યા, બેસાડવા સ્ટ્રેચર પણ ન મળ્યું; CMOએ તબીબોની ઝાટકણી કાઢી

Surat Civil Hospital : ગુજરાતમાંથી અવાર નવાર ચોંકાવનારી ઘટના સામે આવતી રહે છે, ઘણીવાર કોઇ હોસ્પિટલની બેદરકારીની પણ ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં સુરતમાં સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. એક પિતાએ તેના બાળકની સારવાર માટે સવારથી સાંજ ધક્કા ખાધા અને બાળકને બેસાડવા માટે સ્ટ્રેચર ન મળતા લાચાર પિતાની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

સુરત સિવિલ હોસ્પિટલ વિવાદમાં
તેઓ પુત્રને ઊંચકી ઊંચકીને ફર્યા હતા. સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે દર્દીને સુવિધાને બદલે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતની સિવિલ હોસ્પિટલમાં દીકરાની સારવાર કરાવવા આવેલા મૂળ બિહારના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં રહેતા નિતેશ પાંડે ડ્રાઇવિંગ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ પત્ની, બે પુત્રી અને એક પુત્ર સાથે રહે છે.

એક પિતા 6 વર્ષના પુત્રને સારવાર ન મળતા રડી પડ્યા
ત્યારે તેમના છ વર્ષના પુત્રને પગમાં ફોલ્લો થયો હોવાથી તેઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પણ તબીબોના સંકલનના અભાવે પિતાને રઝળવાનો વારો આવ્યો. સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી તેમના પુત્રને યોગ્ય સારવાર ન મળી અને આખરે તેમની આંખમાંથી આંસુ આવી ગયા.

બાળકને બેસાડવા માટે સ્ટ્રેચર પણ આપવામાં ન આવ્યું અને વાતની જાણ આખરે સીએમઓને થતાં મધ્યસ્થી કરીને રેસિડન્ટ ડોક્ટરની ઝાટકણી કાઢી. આ ઉપરાંત બાળકને યોગ્ય સારવાર આપવા અને સ્ટ્રેચર આપવા પણ જણાવ્યું.

Shah Jina