Surat family mass suicide Case : ગુજરાતમાં આપઘાતના ઘણા બધા મામલાઓ રોજ બરોજ સામે આવતા રહે છે, તો ઘણીવાર સામુહિક આપઘાતના મામલાઓ પણ ચકચારી મચાવી દેતા હોય છે, ત્યારે થોડા સમય પહેલા જ સુરતમાંથી સોલંકી પરિવારના 7 સભ્યોએ એક સાથે જ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું તે ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચારી મચાવી દીધી હતી, ત્યારે આ મામલે પોલીસ પણ સતત તપાસ કરી રહી હતી અને રોજ આ મામલામાં નવા નવા ખુલાસાઓ પણ સામે આવતા હતા. ત્યારે હવે આ મામલે વધુ એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે.
લાખોના લોનના હપ્તા ભરતો હતો મનીષ :
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારના સાત લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું, પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારે આર્થિક સંકળામણના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવું હતું, ત્યારે હવે આ મામલે એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે, જેમાં સોલંકી પરિવારના મોભી મનીષ સોલંકી દેવાના ભારત નીચે દબાયેલા હતા અને દર મહિને જુદી જુદી બેંકમાં રૂપિયા 1.20 લાખના હપ્તા ભરતા હતા. ત્યારે હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું મનીષ બેંકના હપ્તા ભરવા માટે તણાવમાં તો નહોતો રહેતો ? આ ઉપરાંત તેની પર હપ્તા ભરવાનું કોઈ દબાણ તો નહોતુંને ?
માતા અને મોટી દીકરીનું ગળું દબાવીને હત્યા :
પોલીસે આ મામલે મનીષ સોલંકી અને સોલંકી પરિવારના આંય લોકોના નાણાંકીય વ્યવહાર માટે 10 સગા-સંબંધીઓ સાથે પણ પણ પૂછપરછ કરીને તેમના નિવેદન નોંધ્યા છે. પોલીસ આ મામલે સામુહિક આપઘાત કેસની કદી શોધવા માટે સતમામ સભ્યોની કોલ ડિટેઇલ અને આર્થિક વ્યવહારોની પણ ઊંડાણથી તપાસ કરશે. તો હવે આ સામુહિક આપઘાતના મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવી ગયો છે, જેમાં સામે આવ્યું છે કે માતા અને મોટી દીકરીનું ગળું દબાવવાને કારણે મોત થયુ છે.
અન્ય સભ્યોને ઝેર આપ્યું :
આ ઉપરાંત રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે બીજા સભ્યોને સોડામાં ઝેરી દવા પીવડાવ્યાનું અનુમાન છે. જો કે હાલ પણ આ કેસમાં કારણ અકબંધ છે. બીજી બાજુ આપઘાતનું કારણ શોધવા પોલીસ તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટમાં પત્ની, પિતા અને બે બાળકોને ઉધઈ મારવાની દવા પીવડાવ્યાનો ખુલાસો થયો છે, જ્યારે માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. પોલીસની તપાસમાં હજી ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ મનીષ સોલંકીએ માતા અને પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી હતી, તેમજ પિતા, પત્ની, બે બાળકો સહિતને કોઇ પદાર્થમાં ઉધઈ મારવાની ઝેરી દવા પીવડાવી દીધી હોવાનો ઉલ્લેખ પીએમ રિપોર્ટમાં થયો છે.
પોલીસે મનીષ સોલંકી વિરુદ્ધ નોંધ્યો ગુન્હો :
ત્યારે આ મામલે પોલીસે મોડી સાંજે મૃતક મનીષ સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના પણ કરી છે. આ ઉપરાંત એક એવી પણ વાત સામે આવી છે કે મનીષ કોઈ તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાયો હોઈ શકે છે. આ વાતની સાબિતી આપતો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તાંત્રિક પાસે બેઠો છે અને તે વ્યક્તિ મનીષ હોવાનો દાવો પણ થઇ રહ્યો છે. આ તાંત્રિક પાસે મનીષ અવાર નવાર તાંત્રિક વિધિ કરાવતો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ હવે શું ખરેખર મનીષ તાંત્રિક વિધિના ચક્કરમાં ફસાયો હતો કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.