દર્દનાક મોત : વડોદરામાં પોલીસ હોટેલમાં છાપેમારી કરતા પ્રેમીએ લગાવી મોતની છલાંગ, પ્રેમિકા કૂદવા ગઈ ને……

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ડેરી ડેન સર્કલ પાસે અમિટી હોટલ આવી છે અને આ હોટલમાં એક પ્રેમીપંખીડા રોકાયા હતા. તેઓ જે રૂમમાં હતા, તે રૂમનો દરવાજો પોલિસે ખખડાવ્યો અને ત્યારે ગભરાયેલો પ્રેમી હોટલના રૂમમાંથી કૂદી ગયો હતો, જેને પગલે તેનું મોત થયુ હતુ. પ્રેમિકા પણ પ્રેમીની પાછળ કૂદવા ગઇ હતી પરંતુ પોલિસે તેને બચાવી લીધી હતી. પોલિસે પ્રેમિકાને એવું કહી બચાવી હતી કે તારા ગર્ભમાં રહેલા બાળકનો શું વાંક છે ? સયાજીગંજ પોલિસે મૃત યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક સુરતમા કાપડની લૂમ્સ ફેક્ટરી ધરાવે છે. તેનું નામ શરદ ભીસરા છે અને તેની ઉંમર 30 વર્ષ છે. તે અને 24 વર્ષિય યુવતિ છેલ્લા એકાદ-દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. શરદ પરણિત છે અને તે બે વર્ષની દીકરીનો પિતા પણ છે. શરદની પ્રેમિકા 19 ઓક્ટોબરના રોજ તેના ઘરેથી નીકળી ગઇ હતી અને તેના પતિએ તેના ગુમ થયાની ફરિયાદ પોલિસ સ્ટેશનમાં નોંધાવી હતી. તે વડોદરાની અમિટી હોટલમાં રોકાઇ હતી અને 24 તારીખે તેણે ચેક આઉટ કર્યુ હતુ. હોટલમાં તેણે એવું જણાવ્યુ હતુ કે નોકરીના કારણે આવી છે. જો કે, 24 ઓક્ટોબરના રોજ તેણે તેના પ્રેમી શરદ સાથે ચેકઇન કર્યુ હતુ અને બીજા દિવસે સવારે આ ઘટના બની હતી.

શરદ અને યુવતિ બંને હોટલના બીજા માળે હતા. પોલિસના આવતા જ પ્રેમીએ બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. પ્રેમી પાછળ તેની પ્રેમિકા પણ કૂદવા જઇ રહી હતી, પરંતુ પોલિસે તેને બચાવી લીધી હતી. પરિણિતા પ્રેગ્નેટ હોવાનું પણ જણાયુ હતુ. પોલિસે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ રૂમનો દરવાજો ખખડાવ્યો હતો અને ત્યારે જ પ્રેમી ગભરાઇ ગયો અને તેણે બારીમાંથી કૂદકો મારી દીધો. તેની પાછળ યુવતિ પણ કૂદકો મારવા જઇ રહી હતી પરંતુ પોલિસે તેને બચાવી લીધી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ ઘટનામાં પ્રેમી એટલે કે શરદનું મોત થયુ હતુ. પોલિસે લાશનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ માટે  મોકલી આપી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા જ સુરત ખાતે રહેતા પરિવારજનો દોડી આવ્યા હતા. યુવતિને તેના પિતા લેવા માટે આવ્યા હતા અને યુવકની લાશને તેના મામા સહિત પરિજનો લેવા માટે આવ્યા હતા. યુવક તેના પરિવારમાં એકનો એક દીકરો હતો અને તેની મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

Shah Jina