ખબર

સુંદર અને દેખાવડી પરિણીતાએ એમ્બ્રોઈડરીના કારખાનેદારને ઘરે બોલાવી માણ્યું શરીરસુખ, પછી થયો ધડાકાઓ- ચેતી જજો તમે પણ

સુરતમાં સુંદર અને દેખાવડી પરિણીતાએ એમ્બ્રોઈડરીના કારખાનેદારને ઘરે બોલાવી માણ્યું શરીરસુખ, પછી થયો ધડાકાઓ- ચેતી જજો તમે પણ

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કોઇ રૂપાળી છોકરી કે કોઇ મહિલા દ્વારા યુવક કે આધેડને પોતાની જાળમાં ફસાવવામાં આવે છે અને પછી ખોટું કામ કરી તેને રેકોર્ડ કરી પછી તે વાતે બ્લેકમેઇલ કરવામાં આવે છે. જે બાદ પૈસા પડાવવામાં આવે છે. જો કે, પીડિતને પોતે છેતરાયાનો અહેસાસ થતા જ તે પોલિસને સહારો લે છે. હાલમાં જ સુરતમાંથી વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સિંગણપોરના એમ્બ્રોઈડરીનો કારખાનેદાર હનીટ્રેપનો શિકાર બન્યો છે. એક પરણિત મહિલાએ સંબંધ કેળવ્યા બાદ તેને ઘરે બોલાવ્યો હતો અને પછી શારીરિક સંબંધ બાંધી વીડિયો ઉતારી તેના આધારે બ્લેકમેઇલ કરી રોકડા પાંચ લાખ સહિત ફ્લેટ પણ પચાવી પાડ્યો હતો.

તસવીર સૌજન્ય : એબીપી ન્યુઝ

જો કે, તે બાદ કારખાનેદારને માર મારવામાં આવતા આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. કારખાનેદારે આરોપી મહિલા અને તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ પણ કરી હતી. હાલમાં સિંગણપોરમાં રહેતા અને પંડોળમાં એમ્બ્રોઇડરી કારખાનું ધરાવતા વેપારી વર્ષ 2006માં ભાવનગરના ઉમરાળામાં હીરાનું કારખાનું ધરાવતા હતા અને કારખાનાની સામે હર્ષા પરેશ જોષી પરિવારની સાથે રહેતી હતી. તે દરમિયાન હર્ષાનો પતિ કામ કરતો ન હોવાથી તેણે આ વેપારીને પતિને નોકરીએ રાખવા કહ્યું હતું.

તસવીર સૌજન્ય : એબીપી ન્યુઝ

જો કે, આ દરમિયાન હર્ષા અને વેપારી વચ્ચે સંબંધ વધ્યા અને પછી હર્ષાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા. જો કે, હર્ષાનો પતિ ઘરે ન હોય ત્યારે તે કારખાનેદારને ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધતી પણ એકવાર હર્ષાએ કારખાનેદારને ઘરે બોલાવ્યો ત્યારે તેનો પતિ પરેશ પણ હતો અને આ દરમિયાન પરેશે હર્ષા અને કારખાનેદાર વચ્ચેના સંબંધનો વીડિયો ઉતારી લીધો અને પછી આ વીડિયો આધારે તેણે 5 લાખની માગણી કરી અને ત્યારે બદનામીના દરે કારખાનેદારે 5 લાખ આપી પણ દીધા અને વીડિયો ડિલીટ કરવા કહ્યું પણ આ વીડિયો ડિલીટ ન કર્યો.

પ્રતિકાત્મક તસવીર

જો કે, આ ઘટના બાદ કારખાનેદાર સુરત રહેવા આવી ગયા અને પછી પાછળ પાછળ હર્ષા-પરેશ પણ સુરત આવ્યા. અહીં હર્ષાએ કારખાનેદારને ફોન કરીને પોતે લલીતાચોકડી વિસ્તારમાં રહેતી હોવાનું કહી ઘરે બોલાવ્યા. જો કે, કારખાનેદારને તેણે ફરીથી ફસાવ્યો અને ભૂતકાળ ભુલી જવા કહી ફરીવાર સંબંધો બાંધ્યા. ત્યારે થોડા દિવસ પહેલા જ કારખાનેદારે અમરોલીમાં ફ્લેટ બુક કરાવ્યો અને આ વાતની જાણ થતા જ હર્ષા અને પરેશે વીડિયો વાયરલ કરવાનું કહી ફ્લેટ પોતાના નામે કરાવી લીધો અને પરેશે કારખાનેદારને માર પણ માર્યો. ત્યારે આ મામલે કારખાનેદારે સિંગણપોર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી કરી હર્ષા, તેના પતિની ધરપકડ કરી હતી.