શેરબજારના રવાડે ચડતા લોકો સાવધાન થઇ જજો જલ્દી, સુરતમાં આ ભાઈએ મરતા પહેલા લખ્યું, મારા પરિવારને પૂરતું….`
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવે છે. સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ક્રાઈમ અને આત્મહત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હાલમાં સુરતમાંથી વધુ એક યુવાને તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા એક યુવાને દેવું વધી જતા અને સટ્ટોડિયાઓના ત્રાસથી કંટાળીને મોત વહાલું કર્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ક્રિકેટ મેચના સટ્ટામાં દેવું વધી જતા ઉત્રાણના એમ્બ્રોઇડરી કારખાનેદારે સોશિયલ મીડિયા પર ડબ્બા ટ્રેડીંગવાળાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી આપઘાત કરવા જઇ રહ્યાનો ઉલ્લેખ કરતી સુસાઇડ નોટ લખી તાપી નદીમાં ઝંપલાવ્યુ હતુ અને મોતને વ્હાલું કર્યુ હતુ. ઘટનાની વિગત તપાસીએ તો,ઉત્રાણ વિસ્તારમાં રહેતો 27 વર્ષીય ચિરાગ પારેખ એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો. તેણે શેરબજારમાં રોકાણ કરવા માટે ડબ્બા ટ્રેડિગમાં પોતાનું આઇડી ખોલાવ્યું હતું

અને કરોડોનું નુકશાન જતા તે છેલ્લા ઘણા સમયથી તણાવમાં રહેતો હતો. ત્યારે બે દિવસ પહેલા જ ચિરાગે ડબ્બા ટ્રેડિંગમાં થયેલા નુકશાન સામે ઉઘરાણી કરનાર પંકજ દુધાત, જયદીપ મેર ઉપરાંત જેમની પાસેથી ઉઘરાણી બાકી છે તેવા હરેશભાઇ અને પરાગ રમેશ સાગર કે જેઓ મને મારા રૂપિયા આપતા ન હતા જેથી કંટાળીને આપઘાત કરી રહ્યાની સુસાઇડ નોટ સોશિયલ મીડિયા પર મુકી હતી અને તે ભેદી સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. જે બાદ તેની લાશ તાપી નદીના કિનારે પાણીમાંથી મળી આવી હતી.