સુરતની મહિલા ડોકટરે આ શું કર્યું ? પહેલા માતા અને દીકરીને આપ્યું ઝેરનું ઇન્જેક્શન, પછી પોતે પણ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી, પરંતુ….

આવી દીકરી હોય? ડોક્ટર દીકરીએ મમ્મી અને દીદીને ઝેરનું ઇન્જેક્શન આપીને તડપાવી તડપાવીને મારી નાખ્યા પછી જે થયું તે…

ઘણા લોકો પોતાના જીવનથી કંટાળી અને મોતને વહાલું કરી લેતા હોય છે, છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાંથી આવી ઘણી જ ઘટનાઓ પણ સામે આવી છે, પરંતુ હાલ સુરતમાંથી જે ઘટના સામે આવી છે તેને જાણીને કોઈપણ હેરાન રહી જશે. સુરતમાં એક મહિલા ડોકટરે પહેલા પોતાની માતા અને દીકરીને આપ્યું ઝેરી દવાનું ઇન્જેક્શન આપ્યું અને પછી પોતે પણ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી.

આ બાબતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરતના ચીકુવાડી વિસ્તારની સહજાનંદ સોસાયટીમાં રક્ષાબંધનના શુભ દિવસે જ ડોક્ટર દીકરીએ માતા અને પુત્રીને ઝેરના ઈન્જેક્શન આપી પોતે ઉંઘની ગોળીઓ પી લીધી હતી. જેમાં માતા અને એક ટીચર પુત્રીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે ડોક્ટર પુત્રીની હાલત ગંભીર છે  જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ડોક્ટર દીકરી દર્શના જીવનથી કંટાળી ગઈ હતી. માતા અને બહેન તેમની પર ડિપેન્ડન્ટ અને લાગણીથી જોડાયેલા હતા. તેમની સાથે એમના ભાઈ-ભાભી રહેતા હતા. પરંતુ ત્રણ દિવસથી ભાઈ-ભાભી બહાર હતા.ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.  ક્યા કારણસર આપઘાત કરવામાં આવ્યા છે તેને લઈને હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

રવિવારે રક્ષાબંધન હોવાથી મુંબઇ કામ પૂર્ણ કરીને પુત્ર ગૌરવ સવારે ઘરે આવ્યો હતો. તે સમયે ઘરનો આગળનો દરવાજો બંધ હતો. તેણે ઘણા સમય સુધી ખખડાવ્યો પણ અંદરથી કોઇ જવાબ મળતો ન હતો. આખરે પાછળના દરવાજાથી તે ઘરમાં ગયો હતો. ત્યારે માતા મંજુબેન સાથે બહેન ફાલ્ગુની અને દર્શનાને બેભાન હાલતમાં જોઇને હેબતાઇ ગયો હતો. અને તરત જ ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જયાં ફરજ પરના ડૉક્ટરે મંજુબેન અને ફાલ્ગુનીને મૃત જાહેર કર્યા હતા. જયારે દર્શનાને સારવાર માટે દાખલ કરી છે.

ડોક્ટર દર્શનાએ આપઘાત પૂર્વે એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેને જણાવ્યું હતું કે, “હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જોડાયેલી છું. અમે ત્રણેય જણા એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી. પરંતુ મે વિચાર્યું કે મારા વગર મારી માતા-બહેનનું શું થશે.”

સુસાઇડ નોટમાં આગળ જણાવ્યું હતું કે, “તેઓ મારા વગર કેવી રીતે જીવશે તેથી તેમને મારી નાખવાનું નક્કી કર્યું હતું. બહેનની તબિયત થોડી સારી ન હતી અને માતાને શરીર દુખતું હોવાથી રાત્રે 12:30 વાગે ઉંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા બાદ મે ઉંઘની 27 ગોળી ખાઈ લીધી હતી.” હાલ આ સમગ્ર મામલે પોલીસે ડોક્ટર દીકરી વિરુદ્ધ માતા અને દીકરીની હત્યાનો ગુન્હો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel