સુરતમાં ડોક્ટરનો આપઘાત, જાતે જ માર્યુ ઇન્જેક્શન…

OMG: સુરતના રાંદેર રોડ તાડવાડીની પટેલ હોસ્પિટલના ડો.ઉદય પટેલનો ભેદી સંજોગોમાં આપઘાત, જાણો સમગ્ર મેટર

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતની ઘટના સામે આવે છે, કેટલાક પ્રેમ સંબંધ તો કેટલાક અવૈદ્ય સંબંધ તો કેટલાક દેવાને કારણે તો કેટલાક માનસિક કે શારીરિક પરેશાનીને કારણે જીવન ટૂંકાવતા હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારી આપઘાતની ઘટના સામે આવી છે. રાંદેરમાં હોસ્પિટલની અંદર એક ડોક્ટરે જાતે જ હાથમાં ઈન્જેકશન મારી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે.

સુરતમાં ડોક્ટરનો આપઘાત

ઘટનાને પગલે પરિવારમાં આઘાત છે. જો કે, હાલ તો ડોક્ટરે કયા કારણોસર આ પગલું ભર્યુ તે સામે આવ્યુ નથી. પ્રાપ્ત જાણકારી અનુસાર ડો. ઉદયભાઈ પટેલે ગત રાત્રે રાંદેર ખાતે આવેલ પટેલ હોસ્પિટલની અંદર એક હાથમાં ઈન્જેકશન માર્યુ હતું. જે પછી હોસ્પિટલની અંદર તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.

જાતે ઇન્જેક્શન મારી ટૂંકાવ્યુ જીવન

પરિવારને જાણ થયા બાદ તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકને સંતાનમાં એક પુત્ર છે, જે હાલમાં અમેરિકા રહે છે. તેના આવ્યા પછી ડોક્ટરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina