સુરતમાં હીરા વેપારીને યુવતીએ ફોન ઉપર કાલી ઘેલી વાતો કરી એકાંત માણવા બોલાવ્યો અને પછી કર્યું એવું કે…..

યુવતીએ હીરાના વેપારી જોડે મીઠી મીઠી વાતો કરી એકાંતમાં મળવા બોલાવ્યો, ને પછી તો….

ગુજરાતમાંથી ઠેર ઠેર હની ટ્રેપની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે હાલમાં જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે જેમાં એક હીરા વેપારીને સંબંધો બાંધવાની લાલચ આપીને એક યુવતીએ હની ટ્રેપનો શિકાર બનાવી લાખો રૂપિયામાં તોડ પાડવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પુણામાં રહેતા એક હીરા વેપારીને એક યુવતી દ્વારા ફોન ઉપર મીઠી મીઠી વાતો કરી અને સંબંધો બાંધવા માટે બોલાવવામા આવ્યો હતો, જેના બાદ તેને નકલી પોલીસ દ્વારા ધમકી આપી ત્રણ લાખ રૂપિયામાં તોડ કરવામાં આવ્યો હતો, જેના બાદ પીડીતી હીરા વેપારીએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ બાબતે ચોંકવનારો ખુલાસો એ પણ થયો છે કે 10 આરોપીઓ દ્વારા આ હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવતા હતા. જેમાં યુવતી દ્વારા ફોન ઉપર મીઠી મીઠી વાતો કરી અને હનીટ્રેપમાં ફસાવવામાં આવતા હતા. પોલસીએ આ મામલામાં એક યુવતી સહીત નકલી પોલીસ બનીને ફરતા રીક્ષા ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે.

હનીટ્રેપમાં ભારતી, મંજુ, હિરલ, સોનુ સનોબર ઉફ્રે સોનુ ઉર્ફે સોનલ અદનાન મકરાની, ચિરાગ જાધવના નામ સામે આવ્યા છે. આ સમગ્ર હનીટ્રેપમાં મંજુ માસ્ટર માઈન્ડ હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસ દ્વારા આ ગુન્હામાં વપરાયેલી રીક્ષા કબ્જે કરી બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે.

Niraj Patel