સુરતમાં “સારી આઈટમ આવી છે !” એમ કહીને હીરા દલાલને માણવા બોલાવ્યો અને પછી ખુલ્યું રહસ્ય

સુરતમાં સારી આઈટમ આવી છે એમ કહીને રંગરેલિયા મનાવવા બોલાવ્યો પછી ખુલ્યું મોટું ભોપાળું

દેશભરમાં હની ત્રેપન મામલાઓ સતત સામે આવતા રહે છે, ત્યારે ગુજરાત પણ હવે તેનાથી બાકાત નથી રહ્યું. ખાસ સુરત શહેરમાંથી આવા કિસ્સાઓ સતત સામે આવતા રહે છે. ત્યારે હાલ પણ એવી જ ઘટના સામે આવી છે જેમાં હની ટ્રેપમાં ફસાઈને એક હીરા દલાલ પાસેથી લાખો રૂપિયા ખાંખેરી લેવામાં આવ્યા. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતા એક 22 વર્ષીય હીરા દલાલને તેની એક મહિલા મિત્ર  મંજુ જેની સાથે તે છેલ્લા અઢી વર્ષથી સંપર્કમાં હતો અને ફોન ઉપર પણ વાતો કરતો હતો તેને સંપર્ક કરી અને “સારી આઈટમ” આવી છે એમ કહીને સંબંધ બાંધવા માટે પુણાગામના એક મકાનમાં બોલાવ્યો હતો. જ્યાં હીરા દલાલ પહોંચતા જ યુવતીએ કપડા કાઢી નાખ્યા અને હીરા દલાલ સાથે અર્ધનગ અવસ્થામાં તસવીરો પણ પાડી લેવામાં આવી હતી.

થોડી જ વારમાં ત્યાં પોલીસના કપડામાં કેટલાક લોકો પણ આવી પહોંચ્યા હતા. અને હીરા દલાલને પિસ્તોલ બતાવી 5 લાખ રૂપિયાની માંગણી પણ કરવામાં આવી હતી. જેના બાદ તોડ પાણી કરીને આખો મામલો 3 લાખ રૂપિયામાં નિપટાવી દેવાનું જણાવવામાં આવ્યું હતું અને તેના બાદ હીરા દલાલે મિત્રને ફોન કરીને 3 લાખ રૂપિયા મંગાવી આપી દીધા હતા. જેના બાદ તેમને જવા દેવામાં આવ્યા.

આ બાબતે હીરા દલાલે  મંજુ, દીપક ઝાલા તેની પત્ની હીરલ ઝાલા તેમજ ભારતી તેમજ ચાર નકલી પોલીસ મળી કુલ આઠ જણાની ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Niraj Patel