સંસાર જીવનમાં બધાઈ રહેવું ક્યારેક મુશ્કેલ લાગે, તહેવારો, પ્રસંગો, રીત રિવાજો ક્યારેક બંધન પણ લાગવા લાગે ત્યારે સન્યાસી જીવન જીવવાનો વિચાર મોટાભાગના લોકોના મનમાં આવતો આવતો હોય છે, આવો જ એક વિચાર સુરતના ધન્દ્ય પરિવારના મોભી એવા વિજયભાઈને આવ્યો.

વિજયભાઈ સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર પણ ધરાવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી માત્ર પૈસા કમાવવામાં તેમને રસ ઉડી ગયો હતો, આ બધું તેમને ક્ષણભંગુર આગવા લાગ્યું હતું અને ત્યારે તેમને સાંસારિક જીવન છોડવાનો નિર્ણય કર્યો હતો અને હવે તે પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવા જઈ રહ્યા છે.

મૂળ બનાસકાંઠાના સુઈ ગામના વતની એવા વિજયભાઈ મહેતા છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, તેમની મહેનત અને લગનથી તેઓએ પોતાના વ્યવસાયને દિવસેને દિવસે વધારતા ગયા, પરંતુ 20 વર્ષ બાદ તેમને સંસાર અને જીવન બધું જ મોહમાયા લાગવા લાગ્યું અને આખરે તેમને સંસાર જીવનનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. આ અઠવાડિયામાં જ આચાર્ય ગુણરત્નેશ્વર સુરીના સાનિધ્યમાં 100થી પણ વધુ લોકો દીક્ષા ગ્રહણ કરવાના છે ત્યારે વિજયભાઈ પણ પોતાની પત્ની અને બે દીકરીઓ સાથે આ સમારંભમાં જોડાશે અને વાજતે ગાજતે, ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢીને દીક્ષા ગ્રહણ કરશે.

વિજયભાઈ પોતાની તમામ સંપતિ દઈને ગરીબોમાં દાન આપવાના છે, સાથે લોકોને નરકમાં કેવું જીવન હોય છે, ;એ ભયાનક હોય છે એ.આર. ટેક્નોલોજી દ્વારા બતાવવાના પણ છે.

સુરતના હીરા વહેપારી વિજયભાઈ અને તમેન ધર્મ પત્ની સંગીતા મહેતા તેમની બે દીકરીઓ દૃષ્ટિ અને આંગીએ દીક્ષા નિર્ણય કર્યો છે. આજ પરિવારની એક દીકરી ઋત્વીએ 2 વર્ષ પહેલા જ સંસાર જીવનનો ત્યાગ કરી અને દીક્ષા ગ્રહણ કરી હતી. દીકરીથી પ્રેરાઈને જ વિજયભાઈ અને તેમના પરિવારે પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.
દીક્ષા લેતા પહેલા જ વિજયભાઈ પોતાના પરિવારને તમામ સુખો આપ્યા છે, દર અઠવાડિયે થિયેટરમાં ફિલ્મ જોવા જવાનું, અઠવાડિયામાં બે દિવસ હોટેલમાં સારું જમવાનું ઉપરાંત દીક્ષા લેતા પહેલા પરિવાર સાથે અલગ અલગ રાજ્યો અને અલગ અલગ દેશમાં પ્રવાસ પણ કરી લીધો છે. પોતાના સહપરિવાર સાથે તેઓ દુબઇ અને શારજાહ પણ ફરીને આવ્યા છે.

સંસાર જીવનમાં ક્યારેક મન નથી લાગતું અને તેના કારણે મનમાં આવેલા વિચાર પણ આ રીતે ફળીભૂત થતો હોય છે, પરંતુ સંસારમાં રહીને સંસારના સુખોને છોડવા બહુ કપરા હોય છે, જયારે વિજયભાઈએ બધા સુખોનો ત્યાગ કરી અને તેમના પત્ની તેમજ દીકરીઓએ પણ સંસારની મોહમાયનો ત્યાગ કરવાનો જે નિર્ણય કર્યો છે તે સમાજ અને ધર્મ માટે એક મોટું ઉદાહરણ આપી જાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.