ખબર

સુરત : સંબંધીની દીકરી સાથે DGVCLના એન્જિનિયરે હોટલમાં જઈ માણ્યું સુખ અને પછી…

સુરતમાં DGVCLના એન્જિનિયરે યુવતીને અલગ અલગ હોટલોમાં લઈ જઈ વારંવાર માણ્યું , યુવતી વર્ષ 2019માં કતારગામમાં એક ગરબા ક્લાસમાં….

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ અને સગીરા પર અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર નાની નાની સગીરા પર કોઇ યુવક અથવા ઘરના કોઇ સંબંધી દ્વારા દુષ્કર્મ કરવાના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલ સુરતમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્નની લાલચ આપી પરણિત DGVCLના એન્જિનિયરે સંબંધીની પુત્રી સાથે સંબંધ બાંધ્યો.

આ ઘટના સામે આવતાં જ ચકચાર મચી ગઈ છે. આ પરણિત યુવકે પત્નીને ડિવોર્સ આપી યુવતિ સાથે લગ્નની વાત પણ કરી હતી. આ યુવકે પત્નીને ડિવોર્સ આપવા ઈન્કાર કરી યુવતિને માર માર્યો હતો. જેથી રેપની ફરિયાદ યુવક વિરૂદ્ધ નોંધાવવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સુરતના કતારગામમાં રહેતા DGVCLના જુનિયર એન્જીનિયરે 26 વર્ષિય યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધ્યો હતો. યુવતી વર્ષ 2019માં કતારગામમાં એક ગરબા ક્લાસમાં જતી હતી. ત્યાં જ આરોપી પ્રિતેશ પ્રજાપતિ યુવતીને ગરબા શિખાડવા લાવતો. ગરબા ક્લાસિસમાં તેઓ એકબીજાની નજીક આવ્યા અને એકાદ મહિના સુધી વાત કર્યા બાદ પ્રિતેશે મેસેજ કર્યો કે, તે તેની પત્નીને ડિવોર્સ આપશે અને તે યુવતિ સાથે લગ્ન કરશે.

આ આરોપીએ કડોદરા રેલવે સ્ટેશન, યોગી ચોક ભાવનગર-મહુવામાં લઈ જઈ હોટલમાં યુવતિ સાથે સંબંધ બાંધ્યો હતો. આરોપી વિરૂદ્ધ ચોક બજાર પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. એક રીપોર્ટ અનુસાર પત્નીને ડિવોર્સ આપવા ઈન્કાર કરી તેણે યુવતિને માર પણ માર્યો હતો. જેથી રેપની ફરિયાદ આરોપી વિરૂદ્ધ નોંધાવવામાં આવી છે.