સુરત : ભાજપના મહિલા નેતા દીપિકા પટેલનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો, જાણો શું થયો ખુલાસો

સુરતથી હાલમાં જ આપઘાતના એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા, અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ 34 વર્ષીય દીપિકાબેન પટેલે પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે, જેને લઇને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી છે.

દીપિકા પટેલનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવી ગયો છે. દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાનો ફોરેન્સિક રિપોર્ટમાં ખુલાસો થયો છે. પરિવારે હત્યાની આશંકા સેવતા સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. ત્યારે રીપોર્ટમાં આપઘાતનો ખુલાસો થયો છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ ભીમરાડ ગામ બ્રાહ્મણ ફળિયામાં રહેતા 34 વર્ષીય દીપિકા પટેલે ગત રોજ પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધો હતો.

ઘટનાની જાણ થતા પોલિસ કાફલો પહોંચ્યો અને તપાસ શરૂ કરી હતી. દીપિકા પટેલના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને ફોરેન્સિક વિભાગની ટીમે પીએમ કર્યું હતું. ત્યારે રીપોર્ટ આવ્યા બાદ દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તેમના શરીર પર કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી.

Shah Jina