SURAT: કોફી શોપમાં 13થી19 વર્ષની સંસ્કારી દીકરીઓ એવું કામ કરતી હતી કે પોલીસ પણ વિચારમાં પડી- જુઓ
સુરત એ રંગીલું શહેર છે. ઘણીવાર સુરતમાંથી જ એવી એવી ઘટનાઓ સામે આવે છે જે જાણીને લોકો ચોંકી ઉઠે છે. હાલ પણ એક એવી જ ઘટનાએ ચકચાર મચાવી દીધો છે, જ્યાં પોલીસે ઓચીંતા જ એક કોફી શોપની અંદર દરોડા પાડ્યા અને અંદરનો નજારો જોઈને પોલીસ પણ હતપ્રત બની ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોટા વરાછામાં આવેલા એક કોફી શોપની અંદર પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં પ્રેમાલાપ માણતા 10 કપલની પોલીસે અટકાયત કરી હતી. કોફી શોપની અંદર કપલ બોક્સ બનાવવામાં આવ્યા હતા.
રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટ ગાઇડલાઇન પ્રમાણે ટેકઅવે અને હોમ ડિલિવરી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યાં સુરતના એક મોલની અંદર બોક્સ કપલના નામે વેપલો ચાલી રહ્યો હતો અને ત્યાં પોલીસ ત્રાટકી હતી.
આ મોલની અંદર આવેલા કોફી બીન કેફે શોપમાં કપલ બૉક્સ એક્ટિવ હતું અને 13 વર્ષથી લઈને 18-19 વર્ષની ઉંમરના છોકરા-છોકરીઓ એકઠા થયા હતા. પોલીસે આ કોફી શોપમાં દરોડા પાડતા લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા.
અમરોલી પોલીસે મોટા વરાછા ખાતે પાડેલા દરોડામાં 7 જેટલી કિશોરીઓને અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય યુવકોની અટકાયત કરવામાં આવી છે. કપલ બોક્સ અંગે પોલીસને ફરિયાદ મળી હોવાનું પોલીસ સુત્રો દ્વારા માહિતીમળી રહી છે.